સની દેઓલ અને અમીષા પટેલની સુપરહિટ ફિલ્મ ગદર એક પ્રેમ કથાની સીકવલ બનાવવાની તૈયારી

0
6

સાલ ૨૦૦૧માં રિલીઝ થયેલી સની દેઓલ અને અમીષા પટેલની સુપરહિટ ફિલ્મ ગદર એક પ્રેમ કથાની સીકવલ બનાવવાની તૈયારી થઇ રહી છે. જેની સ્પષ્ટતા ડાયરેકટર અનિલ શર્માએ કરી છે.

અનિલ શર્માએ જણાવ્યું છે કે, તેમની ટીમ ફિલ્મની સીકવલ પર કામ કરી રહી છે. આ ફિલ્મમાં લીડ એકટર્સ તરીકે સની દેઓલ અને અમીષા પટેલ જ જોવા મળશે. અનિલ શર્માનો પુત્ર ઉત્કર્ષ પણ આ ફિલ્મનો હિસ્સો હશે. ઉત્કર્ષે ફિલ્મ ગદરમાં સની અને અમીષાના પુત્ર જીતાની ભૂમિકા ભજવી હતી. જોકે અનિલે આ ફિલ્મની સત્તાવાર ઘોષણાને હજી સમય હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ફિલ્મ હજી શરૂઆતના સ્ટેજ પર છે.

અમીષા પટેલ લાંબા સમયથી રૂપેરી પડદાથી દૂર છે. જો આમ થશે તો તેની કારકિર્દી પાટે ચડે તેવી પૂરી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here