ક્વોરન્ટીન ફન : લોકડાઉનમાં સની કૌશલે મોટા ભાઈ વિકી કૌશલના ઘરે વાળ કાપ્યા, હુમા કુરેશીએ જાતે વાળ કાપ્યા

0
6

મુંબઈ. 3 મે સુધી લંબાયેલ લોકડાઉનમાં સેલેબ્સ ઘરે રહીને વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યા છે. બધું બંધ હોવાના કારણે સેલેબ્સ ખુદ વાળંદ બનીને ઘરે જ વાળ કાપી રહ્યા છે. અગાઉ અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના વાળ કાપ્યા હતા. હવે કૌશલ બ્રધર્સ દ્વારા પણ ઘરે જ આ કામ કરવામાં આવ્યું છે.  સની કૌશલે મોટા ભાઈ વિકી કૌશલના હેરકટ કર્યા છે.

વિકી કૌશલે પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, ક્વોરન્ટીન કટ બાય સની કૌશલ. વિકીએ ઇન્સ્ટા સ્ટોરી પણ શેર કરી હતી જેમાં સની વિકિના વાળ કટ કરી રહ્યો હતો. સનીના આ ટેલેન્ટને લોકોએ વધાવી લીધું છે.

https://www.instagram.com/p/B_AcgnWp2rd/?utm_source=ig_embed

હુમા કુરેશીએ પણ પોતાના વાળ ઘરે જાતે કાપ્યા છે. હુમાએ પોસ્ટ શેર કરી લખ્યું કે, હું હાલ હજામની ટ્રેનિંગ લઇ રહી છું જેને અંગ્રેજીમાં હેરડ્રેસર પણ કહે છે. કોઈને હેરકટ કરવાના છે?

https://www.instagram.com/p/B-_6ZIvDD0q/?utm_source=ig_embed

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here