Friday, April 19, 2024
HomeIPL 2020 : SRH vs KKR : કોલકાતા નાઈટ રાઇડર્સ સામે સનરાઇઝર્સ...
Array

IPL 2020 : SRH vs KKR : કોલકાતા નાઈટ રાઇડર્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ લીધી

- Advertisement -

IPLની 13મી સીઝનની આઠમી મેચ અબુધાબીમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ લીધી છે. યુએઈમાં આ બંને ટીમો પહેલીવાર સામનો કરશે. આ સીઝનની પ્રથમ મેચમાં હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે હારી ગયું હતું, જ્યારે KKRને તેની પહેલી મેચમાં મુંબઈએ પરાજય આપ્યો હતો. હાલમાં પોઇન્ટ ટેબલમાં આ બંને જ ટીમો છે, જેમનું હજી સુધી ખાતું પણ ખૂલી શક્યું નથી. છેલ્લા ચાર મુકાબલાની વાત કરીએ તો હૈદરાબાદ અને કોલકાતાની વચ્ચે બરાબરીનો મુકાબલો રહ્યો છે. બંનેએ 2-2 મેચ જીતી છે.

બંને ટીમના સૌથી મોંઘા ખેલાડી
હૈદરાબાદના સૌથી મોંઘા ખેલાડી ડેવિડ વોર્નર છે. તેમને ફ્રેંચાઇઝ સીઝન માટે રૂ. 12.50 કરોડ રૂપિયા ચૂકવશે. ત્યાર બાદ ટીમના અન્ય મોંઘા ખેલાડી મનીષ પાંડે (11 કરોડ) આવે છે. કોલકાતાનો સૌથી મોંઘો ખેલાડી પેટ કમિન્સ છે. સીઝન માટે તેને રૂ .15.50 કરોડ રૂપિયા મળશે. આ પછી સુનીલ નરેનનો નંબર આવે છે, જે સીઝનના 12.50 કરોડ રૂપિયા મળશે.

KKR માટે કાર્તિક, રસેલ અને નરેન કી-પ્લેયર્સ
કોલકાતાને ઓફ સ્પિનર અને ઓપનર બેટ્સમેન સુનીલ નરેન ઉપરાંત આંદ્રે રસેલ પાસે સૌથી વધુ આશા છે. 2019 સીઝનમાં રસેલે આક્રમક બેટિંગ કરતાં 52 સિક્સર મારી હતી. રસેલનો સૌથી વધુ 186.41 સ્ટ્રાઈક રેટ પણ રહ્યો છે.

વોર્નર અને વિલિયમ્સ હૈદરાબાદના મજબૂત બેટ્સમેન
હૈદરાબાદની પાસે વોર્નર ઉપરાંત જોની બેયરસ્ટો, પ્રિયમ ગર્ગ અને મનીષ પાંડે જેવા ધુરંધર બેટ્સમેન છે. જ્યારે બોલિંગમાં ભુવનેશ્વર કુમાર ઉપરાંત રાશીદ ખાનને યુવા ખલીલ અહેમદ પણ છે.

હેડ-ટુ હેડ

બંને વચ્ચે અત્યારસુધીમાં 17 મેચ થઈ છે. કોલકાતાએ 10 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદ સાત મેચ જીત્યું છે. છેલ્લી બે સીઝનની વાત કરીએ તો બંને ટીમો વચ્ચેની ચાર મેચ 2-2થી બરાબરી પર રહી છે.

આ મેદાન પર થયેલ કુલ ટી-20: 44 પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી: 19 પહેલા બોલિંગ કરનાર ટીમ જીતી: 25 પ્રથમ દાવમાં ટીમનો સરેરાશ સ્કોર : 137 બીજા દાવમાં ટીમનો સરેરાશ સ્કોર : 128 કોલકાતા અને હૈદરાબાદ 2-2 વખત ટાઇટલ જીત્યું

કોલકાતા આઈપીએલના ઇતિહાસમાં અત્યારસુધીમાં બે વાર (2014, 2012) અંતિમ મેચ રમ્યું છે અને તે બંને વખત ચેમ્પિયન રહી ચૂક્યું છે. તે જ સમયે, હૈદરાબાદ પણ બે વાર ફાઈનલ રમ્યું (2016, 2009) અને જીત્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular