બેંગલોર vs હૈદરાબાદ : સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બોલિંગ લીધી, કેન વિલિયમ્સનને તક ન મળી

0
0

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે IPL 2020ની ત્રીજી મેચમાં દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

બેંગલોરની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કપ્તાન), એબી ડિવિલિયર્સ ((વિકેટકીપર), જોશ ફિલિપ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, ઉમેશ યાદવ અને નવદીપ સૈની

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો (વિકેટકીપર), મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, મિચેલ માર્શ, વિજય શંકર, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર સંદીપ શર્મા અને ટી નટરાજન

RCBના કેપ્ટન વિરાટ કોહલી પાસે સનરાઈઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નરે 2016ની ફાઈનલમાં આપેલી હારનો બદલો લેવાની આજે તક છે. ત્યારે વોર્નરે કોહલીને 8 રનથી હરાવીને બીજી વખત જીત મેળવી હતી. ગત સીઝનમાં RCB સૌથી નીચા 8મા નંબરે રહી હતી, જ્યારે હૈદરાબાદ અલિમિનેટર સુધી પહોંચી હતી.

આ પહેલાં હૈદરાબાદ 2009માં પૂર્વ ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એડમ ગિલિક્રિસ્ટની કેપ્ટનશિપમાં આઈપીએલ જીતી ચૂક્યું છે, ત્યારે ટીમનું નામ ડેક્કન ચાર્જર્સ હતું. 2013માં સન ટીવી નેટવર્કે ટીમને ખરીદીને નામ બદલી નાખ્યું હતું.

કોહલી એક ટીમ માટે 50થી વધુ મેચ જીતનારા ચોથા કેપ્ટન બની શકે છે

  • RCBએ 2016 સિવાય 2011માં ડેનિયલ વિટોરી અને 2009માં અનિલ કુંબલેની કેપ્ટનશિપમાં ફાઈનલ રમી હતી. જોકે દરેક વખતે ટીમનું નસીબ ખરાબ રહ્યું હતું.
  • વિરાટ RCBનો સફળ કેપ્ટન છે. તેણે 110 મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી અને એમાંથી 49માં જીત અપાવી છે.
  • હૈદરાબાદ સામેની મેચ જીત્યા પછી વિરાટ IPLમાં એક ટીમને 50થી વધુ મેચ જીતાડનાર ચોથો કેપ્ટન બનશે.
  • આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ, ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને આટલી મેચ જિતાડી છે.
  • ધોની એકમાત્ર કેપ્ટન છે, જેણે CSKને 100 મેચ જીતાડી છે.

બંને ટીમના મોંઘા ખેલાડી
હૈદરાબાદમાં વોર્નર સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને એક સીઝનના 12.50 કરોડ રૂપિયા આપે છે. એ પછી બીજા નંબરે મનીષ પાંડે છે, જેને 11 કરોડ રૂપિયા મળે છે. જ્યારે RCBમાં કોહલી 17 કરોડ અને એબી ડી વિલિયર્સ 11 કરોડ રૂપિયાની કિંમતની સાથે સૌથી મોંઘા પ્લેયર છે.

બંને ટીમમાં સ્પિનર્સની મહત્ત્વની ભૂમિકા રહેશે
હૈદરાબાદની પાસે વિશ્વનો નંબર-1 બોલર અને લેગ સ્પિનર રાશિદ ખાન છે. નંબર-1 ઓલરાઉન્ડર અને ઓફ સ્પિનર મોહમ્મદ નબી સિવાય ડાબેરી સ્પિનર નદીમ પણ છે. જ્યારે બેંગલોર પાસે લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ, એડમ ઝામ્પા અને ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર છે.

પિચ અને વેધર રિપોર્ટઃ દુબઈમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 27થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શકયતા છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાને કારણે સ્પિનર્સને પણ ફાયદો થશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીં રમાયેલી 62 T-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો જીતનો સક્સેસ રેટ 56.45 ટકા રહ્યો છે.

હેડ-ટુ-હેડ
બંનેની વચ્ચે અત્યારસુધીમાં 15 મેચ રમાઈ છે. એમાંથી હૈદરાબાદે 8 અને બેંગલોરે 6 મેચ જીતી છે. 1 મેચ કોઈપણ પરિણામ વગરની રહી છે. ગત બંને સીઝનની વાત કરવામાં આવે તો બંને ટીમની વચ્ચે રમાયેલી 4 મેચમાં 2-2ની બરાબરી રહી છે.

વોર્નર અને વિલિયમ્સન હૈદરાબાદના મજબૂત બેટ્સમેન
હૈદરાબાદની પાસે વોર્નર સિવાય જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ અને મનીષ પાંડે જૈવા બેટ્સમેન છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર સિવાય ખલીદ અહમદ અને યુવા વિરાટ સિંહ પણ છે.

કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર
RCBમાં વિરાટ કોહલી સિવાય એબી ડી વિલિયર્સ અને એરોન ફિંચ જેવા બેટ્સમેન છે. ઓલરાઉન્ડરમાં ટીમની પાસે ક્રિસ મોરિસ, મોઈન અલી અને વોશિંગ્ટન સુંદર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં RCBને યુજવેન્દ્ર ચહલ સિવાય ઉમેશ યાદવ અને નવદીપ સૌની સપોર્ટ કરશે. કોહલી IPLમાં સૌથી વધુ 5412 રન બનાવનાર પ્લેયર પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here