ટેક્સ ફ્રી : ‘સુપર 3’0 ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરાઈ, હ્રિતિક રોશને સીએમ વિજય રૂપાણીનો આભાર માન્યો

0
48

બોલિવૂડ ડેસ્ક: હ્રિતિક રોશન સ્ટારર ‘સુપર 30’ ફિલ્મને બિહાર,રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ ટેક્સ ફ્રી જાહેર કરી દેવાઈ છે. આ ફિલ્મ બિહારના ટીચર આનંદ કુમારની રિયલ સ્ટોરી પર આધારિત છે. ગુજરાત રાજ્યમાં પોતાની ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરાઈ તે માટે હ્રિતિકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘આભાર વિજય રૂપાણી જી અમારી મહેનતને વળતર આપી સુપર 30 ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરી. સુપર 30ની ટીમ તમારા આ ઉમદા કાર્યથી ધન્ય અનુભવે છે.’આ ફિલ્મ 12 જુલાઈના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મમાં મૃણાલ ઠાકુર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મની કમાણી 100 કરોડ રૂપિયાને પાર થઇ ગઈ છે. ફિલ્મને વિકાસ બહલે ડિરેક્ટ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here