- ગણેશ કુમાર એફટીઆઈઆઈ, પુણેના પાસ આઉટ છે, ફિલ્મમાં તે પોલીસ ઓફિસરના રોલમાં
- આ ફિલ્મ ગરીબ બાળકોને આઈઆઈટીની તૈયારી કરાવનાર આનંદ કુમાર પર આધારિતબિહારમાં ગરીબ બાળકોને મફતમાં આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરાવનાર આનંદ કુમાર પર બનેલ ફિલ્મ ‘સુપર 30’ ફિલ્મ આજે શુક્રવારે રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન આનંદ કુમારના રોલમાં છે. હ્રિતિકને બિહારી ભાગલપુરના સુરખીકલના ગણેશ કુમારે શીખવી હતી. ગણેશ ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેકટરના રોલમાં છે.18 મહિના સુધી ગણેશે હ્રિતિક રોશનને બિહારી ટોન અને તેના ઉચ્ચારણની ટ્રેનિંગ આપી. તેના માટે તેણે ક્લાસ અને ટેસ્ટ પણ લીધી હતી. તેણે જણાવ્યું કે, હવે તો હ્રિતિક વાત વાતમાં પૂછે છે કે મજા આવી કે નહીં? કોઈ સારી એક્ટિંગ જોયા બાદ બોલે છે, ‘આજ તો ધમગજ્જડ પર્ફોર્મન્સ દીએ હૈ.’
શરૂઆતમાં બિહારી શીખવામાં તકલીફ પડતી હતી
ગણેશે જણાવ્યું કે, ‘હ્રિતિકને શરૂઆતમાં બિહારી શીખવામાં તકલીફ પડતી હતી. જોકે ત્યારબાદ તેમણે ઝડપથી પિક અપ કર્યું. તેમને શીખવ્યું કે કઈ રીતે રવિવારને રવિબાર બોલવાનું છે. એક દો તીન ચાર પાંચ છહ નહીં એક દૂ તીન ચાર પાંચ છૌ બોલવાનું છે. તેમણે કેલ્ક્યુલેશનને કલકુલેશન અને વોકેબ્યુલરીને ભોકેબુલરી કહેવાનું છે. બિહારમાં નુક્તાનો વપરાશ થતો નથી. અંગ્રેજીને અંગરેજી કહેવાય છે. આ બધું શીખવાડતાં-શીખવાડતાં મેં તેમને બિહારની બધી ભાષા અને બોલી શીખવી દીધી.’ગણેશે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે
ગણેશ ‘ધડક’, ‘તુમ્હારી સુલુ’, ‘બુલેટ રાજા’, ‘જોલી એલએલબી 2’, ‘નીલ બટે સન્નાટે’, ‘ઇન્દુ સરકાર’, ‘હોટલ મુંબઈ’ સહિત 11 ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યો છે. આ સિવાય તે ડાયના પેન્ટી સહિત ઘણા એક્ટર્સને હિન્દી બોલવાની ટ્રેનિંગ આપી ચૂક્યો છે. તે એફટીઆઈઆઈ પુણેના સ્ટુડન્ટ હતો.
Array
સુપર 30 : ભાગલપુરના ગણેશે હ્રિતિકને બિહારી ભાષા શીખવી, 18 મહિના સુધી ટોન અને ઉચ્ચારણની ટ્રેનિંગ આપી
- Advertisement -
- Advertisment -