Wednesday, September 29, 2021
Homeસુપર ડાન્સર ચેપ્ટર 4 : વિવાદમાં ફસાયા બાદ શિલ્પા શેટ્ટી હજી થોડાં...
Array

સુપર ડાન્સર ચેપ્ટર 4 : વિવાદમાં ફસાયા બાદ શિલ્પા શેટ્ટી હજી થોડાં દિવસ શૂટિંગ નહીં કરે

શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલો છે. 19 જુલાઈના મોડી રાત્રે રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી શિલ્પા શેટ્ટી ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ના શૂટિંગમાં આવી નથી. એક્ટ્રેસ હજી થોડો સમય શોમાં જોવા મળશે. હવે શિલ્પાના સ્થાને રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા સાથે જોવા મળશે.

ગેસ્ટ જજ તરીકે આવશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિતેશ તથા જેનેલિયા ગેસ્ટ જજ બનીને શોમાં આવશે. બંને ગીતા કપૂર તથા અનુરાગ બસુ સાથે શોને જજ કરશે. રિતેશ તથા જેનેલિયાને આ શો ઘણો જ પસંદ છે અને તેથી જ તેઓ એક જ વારમાં શોમાં કામ કરવા તૈયાર થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રાનું નામ અશ્લીલ વીડિયો પ્રોડ્યૂસ કરવામાં તથા એપ પર અપલોડ કરવામાં આવ્યું છે. પહેલાં કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડી આપી હતી, ત્યારબાદ 27 જુલાઈ સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા હતા. હવે રાજને 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

સૂત્રોના મતે, પતિ પોર્નોગ્રાફી કેસમાં ફસાતા શિલ્પા એકદમ ભાંગી પડી છે. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ જ્યારે રાજને ઘરે લઈને આવ્યા ત્યારે શિલ્પા ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ હતી. તેણે રાજ સાથે ઉગ્ર દલીલો કરી હતી. ક્રાઇમ બ્રાંચે મામલો થાળે પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments