સુપર રિચને એડવાન્સ ટેકસ પર વ્યાજ ભરવું પડશે

0
23

બજેટના કારણે સુપર રિચ લોકોને બમણો ફટકો પડી શકે તેમ છે. તેમણે 15 જૂન સુધીમાં જે એડવાન્સ ટેકસ ઈન્સ્ટોલમેન્ટમાં ચૂકવવાપાત્ર હતું તેના પર હવે વ્યાજ ભરવું પડશે અને તેનાથી તેમની જવાબદારી વધશે. બે કરોડથી વધારે આવક ધરાવનારા પર ઉંચો સરચાર્જ લાદવામાં આવ્યો છે. પાંચમી જુલાઈના બજેટમાં સરચાર્જ લાદવાની જાહેરાત કરવામાં આવી હતી.

સરચાર્જ નાણાકીય વર્ષના પ્રારંભ પહેલી એપ્રિલથી અમલી બનશે. વધારાની જવાબદારીનું કારણ સરચાર્જનાં લીધે છે અને તેના માટે કોઈ ખાસ માફી મળવાની નથી. જોકે, સરકારી અધિકારીઆેએ તેની અસરને હળવી જણાવતા કહ્યું કે, વ્યાજ ફકત 15 જૂન પછી ચૂકવવાનો આવશે અને આ રકમ પણ ખાસ નહી હોય આ મુદ્દાે ઉદભવવાનું કારણ ચૂંટણીના વર્ષમાં જુલાઈમાં રજૂ થયેલું પુરેપુરું બજેટ છે. કર નિષ્ણાતોનું કહેવું છે કે, સરકારે માફી આપવી જોઈએ અને કરદાતાને તેના માટે દોષિત ઠેરવી ન શકાય. વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિલીપ લાખાણીએ જણાવ્યું હતું કે, વ્યિક્તઆે આવકવેરાની જોગવાઈ સેકશન 234 સી હેઠળ વ્યાજની ચૂકવણીમાં નાદારી ન નાેંધાવે તે દબાણ વધશે. સરકારે વ્યાજ માફ કરવા યોગ્ય સુધારો કરવો જોઈએ, તે ત્રણ ટકા છે, એમ તેમણે જણાવ્યું હતું. અશોક મહેશ્વરી એન્ડ એસોસિયેટ્સ લિમિટેડના પાર્ટનર અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આ પ્રકારન વિસંગતતાના લીધે કરદાતાઆેને બિનજરૂરી રીતે દંડ કરવામાં આવે તે અયોગ્ય છે, જેમની કોઈ ભૂલ જ નથી. સરકારે અહી વ્યાજની ચૂકવણી ન થાય તો તે અંગે જરૂરી સુધારા સાથે આવવું જોઈએ. સરકારે આવકવેરાના ટોચના સ્લેબમાં આવનારા પર આવકવેરાનો દર 15થી વધારી 25 ટકા કર્યો છે અને તેમાં પણ સરચાર્જ લાદવાનો પ્રસ્તાવ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here