રાજકોટ : સુપર સ્પ્રેડર 243 શાકભાજીવાળાનો કોરોના ટેસ્ટ, 3નો રિપોર્ટ પોઝિટિવ, ફૂડ વિભાગ દ્વારા હોટલ અને રેસ્‍ટોરન્‍ટમાં ચેકિંગ ઝુંબેશ.

0
11

શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ સુપર સ્પ્રેડરનું કોરોના ટેસ્ટિંગ હાથ ધર્યુ છે. આજે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ સ્થળોએ કેમ્પ કરી આજે 300 લોકોના સ્ક્રિનિંગ અને 243 લોકોના ટેસ્ટિંગ કરાયા હતા. જેમાંથી કુલ 3 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શાકભાજીવાળાને મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા
શાકભાજીવાળાને મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા

 

ચંદ્રેશનગર, એસ.કે. ચોક માર્કેટ અને ગુરુપ્રસાદ ચોક પાસે આવેલા હોકર્સ ઝોન ખાતે કેમ્પ યોજી કોરાના ટેસ્ટિંગ કરાયું

શહેરના ચંદ્રેશનગર હોકર્સ ઝોન માર્કેટ, એસ.કે.ચોક માર્કેટ અને ગુરુપ્રસાદ ચોક પાસેના હોકર્સ ઝોન ખાતે સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચંદ્રેશનગર હોકર્સ ઝોન માર્કેટ ખાતેના કેમ્પમાં કુલ 145 લોકોના સ્ક્રિનિંગ અને 116 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1 વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એસ.કે.ચોક માર્કેટ વોર્ડ નં. 1 ખાતેના કેમ્પમાં કુલ 114 લોકોના સ્ક્રિનિંગ અને 92 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં 2 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વોર્ડ નં. 13ની ઓફિસ નજીક ગુરુપ્રસાદ ચોક પાસે આવેલા હોકર્સ ઝોન ખાતેના કેમ્પમાં કુલ 41 લોકોના સ્ક્રિનિંગ અને 35 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેમાંથી કોઈ પણ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો ન હતો.

શહેરની હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરી જરૂરી સુચના આપવામાં આવી
શહેરની હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરી જરૂરી સુચના આપવામાં આવી

 

કોવિડ-19 ગાઈડલાઈન્‍સ અંગે ફૂડ વિભાગ દ્વારા હોટલ અને રેસ્‍ટોરન્‍ટમાં ચેકિંગ ઝુંબેશ

કોરોના વાયરસના સંક્રમણને રોકવા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરમાં જુદા-જુદા વિસ્‍તાર મા આવેલી હોટલ-રેસ્‍ટોરન્‍ટની ચકાસણી ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. ઝુંબેશ દરમિયાન નીચેના મુદ્દાઓની ચકાસણી કરી જરૂરી સુચનાઓ આપવામા આવી હતી.

સેનિટાઈઝરનો કર્મચારીઓ દ્વારા યોગ્ય ઉપયોગ કરવો – સાબુ અને પાણીથી હાથ ધોવાની વ્યવસ્થા રાખવી – પ્રીમાઈસીસની અંદર/બહાર સ્વચ્છતા અને હાઈજીનિક કન્‍ડીસન્‍સ જાળવવી – ફરજીયાત માસ્ક પહેરવાના નિયમનું કર્મચારીઓ દ્વારા પાલન કરવું – સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું તથા ફુલ કેપેસિટીથી 50 ટકા બેઠકોનો જ ઉપયોગ કરવો – પ્રીમાઈસીસની અંદર/બહાર બિન જરૂરી ભીડ એકત્રિત ન થવા દેવી

ફૂડ શાખા દ્વારા રાજકોટની હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરાયું

ફૂડ શાખા દ્વારા પ્રેમમંદિર પાસે સંકલ્‍પ રેસ્‍ટોરન્‍ટ, વિમલનગર મેઈન રોડ પર હરીઓમ ફાસ્‍ટફુડ, આકાશવાણી ચોક વિસ્‍તારમા આવેલ કાકા.કોમ, ઓમસાંઈ રેસ્‍ટોરન્ટ, ન્‍યૂ નેશનલ રેસ્‍ટોરન્ટ, બાપા સિતારામ ગુજરાતી થાળી, ઠાકરધણી રેસ્‍ટોરન્ટ તથા યુનિવર્સિટી રોડ વિસ્‍તારમા આવેલી માહિસ્‍મતી રેસ્‍ટોરન્ટ, કિસ્‍મત રેસ્‍ટોરન્ટ, મેગી સેન્‍ટર, દ્વારકાધીશ હોટલ, નારણભાઇ ભેળવાળા, આશાપુરા રેસ્‍ટોરન્ટ, મહાદેવ હોટલ, લક્કી રેસ્‍ટો, વીલીયમ જોન્‍સ પીઝા, મીચીઝ રેસ્‍ટોરન્ટ, પીઝા કન્‍ટ્રી, ઈન્‍ફીનિટી રેસ્‍ટોરન્ટ, તથા કાલાવડ રોડ વિસ્‍તારમા આવેલી શ્રીજી હોટલ, સબ વે, સરદાર કા ધાબા, ઓનેસ્‍ટ, ચાઇ-ચાઇ અને બેસ્‍ટ મયુર ભજીયામાં ચેકિંગ કર્યુ હતું. તેમજ ગાઈડલાઈનનુ ચૂસ્‍તપણે પાલન કરવા સુચના આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here