Home ગેજેટ 7 કેમેરાવાળો શાનદાર સ્માર્ટફોન, 9X ઝુમ ફિચર્સની સાથે મળશે ઘણા નવા ફિચર્સ

7 કેમેરાવાળો શાનદાર સ્માર્ટફોન, 9X ઝુમ ફિચર્સની સાથે મળશે ઘણા નવા ફિચર્સ

0
35

નવી દિલ્હી : ચીનની અગ્રણી સ્માર્ટફોન કંપની Huawei નવા વર્ષના માર્ચ મહિનામાં એવો સ્માર્ટફોન લોન્ચ કરશે જેને હજુ સુધી કોઈ પણ કંપનીએ ઓફર ન કર્યો હોય. કંપની માર્ચમાં Huawei P40 અને Huawei P40 Pro લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. એવા સમાચાર છે કે, કંપની Huawei P40 Pro સ્માર્ટફોનને 7 કેમેરા સાથે લોન્ચ કરશે. જો કંપની 7 કેમેરા આપશે તો એવું પ્રથમવાર બનશે કે, કોઈ સ્માર્ટફોન 7 કેમેરો ધરાવતો હોય. આ 7 કેમેરામાં 5 રિયર અને 2 ફ્રન્ડ સાઈટ કેમેરા આપવામાં આવશે.

7 કેમેરાની ખાસીયત

ગિજમોચાઈનાના અહેવાલ અનુસાર, આ સ્માર્ટફોનના બેક સાઈડમાં પાંચ કેમેરા હશે. આ પાંચ કેમેરા વાઈડ-એંગલ લેન્સ, સિને લેન્સ, ToF (Time of Flight) સેંસર હશે. તેની સાથે જ આ પેરિસ્કોપ લેન્સ વાળો 10X ઓપ્ટિકલ જૂમ અથવા 9X ઓપ્ટિકલ ઝૂમવાળો એક ટેલીફોટો લેન્સથી સજ્જ હશે અથવા અલ્ટ્રાઈવડ લેન્સથી સજ્જ હશે.

Huawei P40 Proની સાઈઝ, પ્રોસેસર અને બેટરી

  • આ કેમેરા બેકમાં લંબચોરસ કેમેરા મોડ્યુલમાં ફિટ થશે. અહેવાલ છે કે P40 Pro સ્ક્રીન 6.5 થી 6.7 ઇંચની હોઈ શકે છે. આ ફોનની મુખ્ય સુવિધા તેની ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે છે.
  • ફોનના ફ્રંટ કેમેરા અંગે હાલ કોઈ માહિતી મળી નથી. ઉપરાંત હુવાવે પી40 પ્રોની સંભાવિત સ્પેસિફિકેશનની વાત કરીએ તો ‘હુવાવે P40 પ્રો’ સ્માર્ટફોનમાં 6.5 અથવા 6.7 ઇંચના એચડી ડિસ્પ્લે મળી શકે છે.
  • ઉપરાંત આ ફોન એન્ડ્રોઇડ 1 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ફોનની બેક પેનલમાં ચોરસ આકારનો કેમેરા સેટઅપ મળશે. યૂઝર્સને દમદાર પ્રોસેસર અને બેટરીનો સપોર્ટ પણ મળી શકે છે.
  • સૂત્રો મુજબ કંપની આ સ્માર્ટફોનની કિંમત પ્રીમિયમ સેગમેન્ટમાં રાખશે. જોકે, બંને ડિવાઇઝની ચોક્કસ કિંમત અને સ્પેસિફિકેશની માહિતી લોન્ચિંગ બાદ જ મળશે.
Live Scores Powered by Cn24news