મહિલા 20-૨૦ : સુપરનોવા વિ. ટ્રેલબ્લેઝર્સ વચ્ચે આજે સાંજે ફાઈનલ

0
4

મહિલા ટી-૨૦ ચેલેન્જમાં સુપરનોવાઝનો ટ્રેલબ્લેઝર્શ સામે વિજય થયો હતો. બંને વચ્ચે મહિલા આઈપીએલની ત્રીજી સિઝનમાં રમાયેલી ત્રીજી લીગ મેચમાં ખૂબ જ રોમાંચક ટકકર જોવા મળી હતી. હરમનપ્રીત કૌરની સુપરનોવાઝનો સ્મૃતિ મંધાનાની ટ્રેલબ્લેઝર્સ સામે માત્ર બે રને વિજય થયો હતો. આ સાથે જ આજે સોમવારે રમાનારી ફાઇનલમાં બંને ટીમ ટકરાશે.

બીજી તરફ મિતાલી રાજની વેલોસિટી આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લી ઓવર સુધી અત્યંત રોમાંચક બનેલી વિમેન્સ ચેલેન્જ ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુપરનોવાસ ટીમે ટ્રેલબ્લેઝર્સને બે રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ટૂર્નામેન્ટમાં ત્રીજી ટીમ વેલોસિટી એક વિજય અને એક પરાજય સાથે ટૂર્નામેન્ટની બહાર થઇ ગઇ છે.

સુપરનોવાસ ટીમે વધારે સારા રનરેટના આધારે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સુપરનોવાસના છ વિકેટે ૧૪૬ રનના જવાબમાં ટ્રેલબ્લેઝર્સ ૨૦મી ઓવરના છેલ્લા બોલે પાંચ વિકેટે ૧૪૪ રન નોંધાવી શકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here