પ્રાંતિજ : જનતા કરફયુમાં જનતાનું સમર્થન, બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

0
6
દેશ સહિત વિદેશોમાં કોરો ના વાઇરસ ને લઇને આજે વડાપ્રધાન દ્વારા દેશ ભરમાં જનતા કરફયુ નું આહવાન  કરવામાં મા આવ્યું હતું જેને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માં પ્રાંતિજ ની જનતા દ્વારા સ્વયંભૂ બજારો સહિત ધંધા રોજગાર બંધ પાડી જનતા કરફયુ માં જોડાયા હતાં.
પ્રાંતિજ ના  બજારો સ્વયંભૂ બંધ રહ્યાં.
કોરો ના વાઇરસ થી બચવા લોકો સ્વયંભૂ ધરો માં રહ્યાં.
પ્રાંતિજ ખાતે  જનતા કરફયુ ને આવકાર.
હાલ કોરોના વાઇરસ ને લઇને ગુજરાત સહિત દેશભરમાં અને વિદેશોમાં હાહાકાર મચી ગયો છે અને રોજબરોજ કોરોના કેસોમાં વધારો થતો રહે છે ત્યારે દેશના વડાપ્રધાન અને રાજય સરકાર દ્વારા આ કોરો ના વાયરસ ને ડામવા માટે આજે દેશ વાસીઓ ને જનતા કરફયુ માટે આહવાન કરવામાં આવ્યું હતું તો જિલ્લા કલેક્ટર સી.જે.પટેલ  તથા સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા ચૈતન્ય રવિન્દ્ર મંડલીક દ્વારા સાવચેતી ના ભાગ રૂપે સાબરકાંઠા જિલ્લામાં ૧૪૪ ની કલમ નો  અમલ કરવામા આવ્યો હતો.
તો પ્રાંતિજ ખાતે લારી-ગલ્લા દુકાન માલિકો સહિત ના નાના-મોટા વેપારીઓ દ્વારા વહેલી સવારથી જ ધંધા રોજ ગારો સ્વયંભૂ બંધ પાડી જનતા કરફયુ માં જોડાયા હતાં તો પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ, બજાર ચોક, હનુમાન ચોક, દેસાઇ ની પોળ, સોનીવાડા, વ્હોરવાડ, નાનીભાગોળ સહિત ના વિસ્તારો બજારો માં સજજડ બંધ જોવા મલ્યુ હતું અને વેપારીઓ સહિત નગરજનો ધરો માં જોવા મલ્યા હતાં તો પ્રાંતિજ ખાતે માત્ર જૈવિક દવાઓ મેડીકલ સ્ટોર આવશ્યક સેવાઓને લઇને ખુલ્લો જોવા મલ્યો હતો તો એસટીડેપોમા પણ સજજડ બંધ જોવા મલ્યો હતો અને પ્રાંતિજ ડેપો ની એસટી બસો ના પૈડાં થંભી ગયાં હતાં તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના મહિલા પીએસાઇ પી.ડી.ચૌધરી દ્વારા પણ સુરક્ષા ના ભાગરૂપે બજાર સહિત વિવિધ વિસ્તારોમાં રાઉન્ડ માર્યો હતો અને બજાર સહિત વિસ્તારો માં રખડતા એકલ દોકલ લોકો ને ધરો માં રહેવા સુચના આપી જનતા કરફયુ નો ચુસ્ત પણે પાલન થાય તેમાટે નગરજનો ને આહવાન કરવામાં આવ્યું હતું .

તો બીજી બાજુ પ્રાંતિજ નગરપાલિકા સેનેટરી વિભાગ ની બેબેદરકારી પણ સામે આવી હતી જેમાં એક મહિલા સફાઇ કામદાર તો પોતાની નિષ્ઠાપૂર્વક બજાર માં સફાઇ કરતા જોવા મલ્યા હતાં પણ આવી મહામારી ની બિમારી છતાં પ્રાંતિજ નગરપાલિકા સેનેટરી વિભાગ દ્વારા આ મહિલા સુરક્ષા ને સુરક્ષા ના ભાગરૂપે કે તકેદારી ના ભાગરૂપે પણ સેનેટરી ની કોઇ પણ જાત ની સુવિધા ઓ જેવી કે માઢે માસ્ક કે હાથે મોજા સહિત ની કોઇ તકેદારી પુરી પાડવામાં આવી નથી તો હાલતો પ્રાંતિજ ના નગરજનો અવે નસ અને કોરો ના ભય ને લઇને પરિવાર સાથે ધરો માં જ જોવા મલ્યા હતાં તો બાળકો પણ ધરો માં વિવિધ રમતો રમતા જોવા મલ્યા હતાં અને પ્રાંતિજ ના નગરજનો જનતા કરફયુ માં સ્વયંભૂ જોડાયા હતાં .

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here