Monday, January 13, 2025
HomeદેશNATIONAL: સુપ્રીમ કોર્ટે ધાર ભોજશાળામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂક્યો.....

NATIONAL: સુપ્રીમ કોર્ટે ધાર ભોજશાળામાં ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂક્યો…..

- Advertisement -

સર્વોચ્ચ અદાલતે ધાર ભોજશાળામાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપીમાં જેમ થયું તેમ સર્વે કરવામાં આવશે, પરંતુ ધાર ભોજશાળામાં ખોદાણ કરવામાં નહીં આવે. કોર્ટે કેન્દ્ર સરકાર, ASI અને મધ્યપ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે.

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની ધાર ભોજશાળામાં ખોદાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે હવે ધાર ભોજશાળા પરિસરમાં ખોદકામ નહીં થાય. જ્યારે, સર્વોચ્ચ અદાલતે ધાર ભોજશાળામાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે ASIના સર્વે બાદ કોર્ટની પરવાનગી વગર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્ઞાનવાપીમાં જેમ થયું તેમ સર્વે કરવામાં આવશે પરંતુ ધાર ભોજશાળામાં ખોદકામ કરવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભૌતિક ખોદકામ જેવું કંઈ ન હોવું જોઈએ જેનાથી ધાર્મિક સ્થળમાં કોઈ ફેરફાર થાય. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર તમામ પક્ષકારોને નોટિસ પાઠવી હતી. હિન્દુ પક્ષ તરફથી ચાર અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી છે.

હિન્દુ સમુદાય ભોજશાળા સંકુલને વાગદેવી (સરસ્વતી) નું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ સમુદાય હંમેશા તેને કમાલ મૌલાનાની મસ્જિદ કહે છે. આ મામલામાં હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે 11 માર્ચે આદેશ આપ્યો હતો કે કોર્ટ માત્ર એક જ નિષ્કર્ષ પર આવી છે કે ભોજશાળા મંદિર-કમ-કમાલ મૌલાના મસ્જિદનો વૈજ્ઞાનિક સર્વેક્ષણ અને અભ્યાસ કરવાની એએસઆઈની બંધારણીય અને કાનૂની જવાબદારી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધારમાં આવેલી કમાલ મૌલાના મસ્જિદ વાસ્તવમાં મા સરસ્વતી મંદિર ભોજનશાળા છે. તે સંસ્કૃતના અભ્યાસ માટે 1034 એડીમાં રાજા ભોજે બનાવ્યું હતું. પરંતુ બાદમાં મુઘલ આક્રમણકારો દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હતું. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે આ સંકુલના વૈજ્ઞાનિક સર્વેક્ષણ માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી કરતાં હાઇકોર્ટની ઇન્દોર બેંચે ASIને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular