રામલલા વિરાજમાનના વકીલનો સુપ્રિમમા દાવો, મસ્જીદ બનાવવા માટે તોડવામા આવ્યુ મંદિર

0
50

સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા વિવાદને લઈને સતત સુનવણી ચાલુ છે. હાલમા રામલલા વિરાજમાનના વકીલે પોતાનો પક્ષ મુકયો છે. રામલલા વિરાજમાનના વકીલે એએસઆઈની રીપોર્ટનો હવાલો આપતા જણાવ્યું હતું કે અયોધ્યામા વિવાદિત સ્થળ પર મસ્જીદ બનાવવા માટે હિંદુઓનું મંદિર તોડવામા આવ્યું હતું. રામલલા વિરાજમાનના સીનીયર વકીલ સીએસ વૈધનાથનનું કહેવું છે કે એએસઆઈના રીપોર્ટમાં મગર અને કાચબાનો ઉલ્લેખ કર્યો છે. જે મુસ્લિમ સંસ્કૃતિનો હિસ્સો નથી.

રામલલા વિરાજમાનના વકીલ સીએસ વૈધનાથને અદાલતમા પાંચજન્યના એક રિપોર્ટરની રીપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં લખ્યું હતું કે ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જીદનું માળખું તોડવામા આવ્યું ત્યારે ત્યાં સ્લેબ પણ તૂટી પડ્યો હતો. તેમા સંસ્કુત ભાષામા કશું લખેલું હતું. રીપોર્ટરે તેનો ફોટો પણ લીધો હતો.તેની બાદ પોલીસે આ સ્લેબ જપ્ત કરી લીધો હતો.

વૈધનાથને કહ્યું કે આ હકીકત છે કે મંદિરને ધ્વસ્ત કરીને વિવાદિત માળખું ઉભું કરવામા આવ્યું હતું. પરંતુ તેમ છતાં અગણિત રામભક્તોની શ્રધ્ધા બની રહી છે. લોકો અહિયાં આવે છે, પ્રાથર્ના કરતા રહે છે. જેટલી સંખ્યામા શ્રધ્ધાળુઓનું આવાગમન થઈ રહ્યું છે તેની સાથે આવતા યાત્રીઓના સંસ્મરણો ,પુરાતત્વ વિભાગની સાબિતી, આ સાબિત કરે છે કે આ જગ્યા શ્રી રામનું જન્મસ્થળ છે.

તેની સાથે વૈધનાથને પુરાતત્વ વિભાગના રીપોર્ટનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે ત્યાં મસ્જીદ નીચે પથ્થરનો એક ચબુતરો મળ્યો છે જેની પર સંસ્કૃત ભાષામા લખવામા આવ્યું છે. તેના પર લખ્યું છે છંદ સાકેત મંડલાના રાજા ગોવિંદા ચંદ્રાના વિષે છે. અયોધ્યા તે સમયે તેમની રાજધાની હતી. અહિયાં વિષ્ણુ હરીનું એક મોટું મંદિર હતું. પુરાતત્વ વિભાગના ઉત્ખન્નમા તેમની પૃષ્ટિ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here