Monday, October 25, 2021
Homeસુપ્રીમ કોર્ટે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન ઉત્પીડનનો મામલો બંધ...
Array

સુપ્રીમ કોર્ટે પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન ઉત્પીડનનો મામલો બંધ કર્યો

સુપ્રીમ કોર્ટે પૂર્વ ચીફ જસ્ટિસ(CJI) રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન ઉત્પીડનનો મામલો બંધ કરી દીધો છે. કોર્ટે કહ્યું કે આ મામલામાં બે વર્ષ પસાર થઈ ચૂક્યા છે અને જસ્ટિસ ગોગોઈને ફસાવવાના ષડયંત્રની તપાસમાં ઈલેક્ટ્રોનિક રેકોર્ડ પ્રાપ્ત થવાની શકયતા ખૂબ જ ઓછી રહી છે. સુપ્રીમ કોર્ટના વકીલ ઉત્સવ બૈંસે પૂર્વ CJI રંજન ગોગોઈ પર લાગેલા યૌન શોષણના આરોપોની પાછળ ષડયંત્ર હોવાનો દાવો કર્યો હતો.

જોકે કોર્ટે એ પણ કહ્યું કે ષડયંત્રની શકયતાથી ઈન્કાર ન કરી શકાય. ષડયંત્રને જસ્ટિસ ગોગાઈના નિર્ણય સાથે જોડી શકાય છે. જેમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(NRC) પર તેમના વિચાર પણ સામેલ છે.

લગભગ બે વર્ષ પહેલા શરૂ થઈ હતી સુનાવણી

આ મામલાની અંતિમ સુનાવણી 25 એપ્રિલ 2019ના રોજ જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ રોહિંટન ફલી નરીમન અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે કરી હતી. ત્યારે કોર્ટે તેની તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો કે આ આરોપ CJI અને કોર્ટની ગરીમાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર તો નથીને. 1 વર્ષ 9 મહિના પછી તેને સુનાવણીના પ્રથમ દિવસે ક્લોઝ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના પૂર્વ કર્મચારીઓએ લગાવ્ય હતો આરોપ

સુપ્રીમ કોર્ટેની એક પૂર્વ મહિલા કર્મચારીએ પૂર્વ ચીફ જસ્ટિસ ગોગોઈ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ મહિલા 2018માં જસ્ટિસ ગોગાઈના નિવાસ સ્થાને જુનિયર કોર્ટ આસિસ્ટન્ટના પદે હતી. મહિલાનો દાવો છે કે તેને પછીથી નોકરીમાંથી હટાવી દેવામાં આવી હતી.

મહિલાએ પોતાની એફિડેવિટની કોપી 22 જજને મોકલી. તેના આધારે ચાર વેબ પોર્ટલ્સે ચીફ જસ્ટિસ વિશે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. એપ્રિલ 2019માં મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી.

સિબ્બલે પૂર્વ CJI દીપક મિશ્રા સામે મહાભિયોગ માટે મારો સંપર્ક કર્યો હતોઃ રંજન ગોગોઈ

જ્યસભાના સભ્યપદે શપથ લીધા પછી પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, ‘કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ 2018માં તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા સુપ્રીમ કોર્ટનું સમર્થન માંગવા મારા ઘરે આવ્યા હતા.’ ભાજપે ગોગોઈને રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કર્યા પછી સિબ્બલે આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે ગોગોઈએ કહ્યું હતું કે, હું શપથ લીધા પછી હું રાજ્યસભાનું સભ્યપદ સ્વીકારવાનું કારણ જણાવીશ.

મેં સિબ્બલને ઘરમાં ઘૂસવા દીધા નહીં: ગોગોઈ

એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા ગોગોઈએ કહ્યું કે, વ્યક્તિગત રીતે કપિલ સિબ્બલ પર હું કોઈ જ ટિપ્પણી નથી કરવા માંગતો, પરંતુ એટલું જરૂર કહીશ કે 12 જાન્યુઆરી 2018ના રોજ સુપ્રીમ કોર્ટના જજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ પછી સિબ્બલ મારા ઘરે આવ્યા હતા. તેમણે તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા મારું સમર્થન માંગ્યું હતું. જોકે, મેં તેમને ઘરમાં ઘૂસવા દીધા ન હતા. ત્યારે હું સિનિયોરિટીની રીતે ત્રીજા નંબરે હતો. ત્યાર પછી ગોગોઈને સવાલ કરાયો કે, સિબ્બલને ઘરમાં આવવા ના દીધા, તો તમને કેવી રીતે ખબર પડી કે, તેઓ મહાભિયોગ મુદ્દે સમર્થન માંગવાના હતા? આ સવાલનો જવાબ આપતા ગોગોઈએ કહ્યું કે, સાંજે જ મને એક ફોન આવ્યો હતો અને મને કહેવાયું હતું કે, સિબ્બલ મહાભિયોગ મુદ્દે તમારી સાથે વાત કરવા આવશે. મેં ફોન કરનારી વ્યક્તિને કહ્યું હતું કે, તેમને મારા ઘરે આવવાની મંજૂરી ના આપતા.

સિબ્બલે જસ્ટિસ ગોગોઈ સામે સવાલ ઉઠાવ્યા હતા

ભાજપ દ્વારા જસ્ટિસ ગોગોઈના રાજ્યસભામાં નોમિનેશન મુદ્દે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યા હતા. સિબ્બલે ટ્વિટ કરી હતી કે, ‘જસ્ટિસ એચ.આર. ખન્ના પોતાની ઈમાનદારી, સરકાર સામે ઊભા રહેવાની અને કાયદાનું શાસન યથાવત્ રાખવા માટે યાદ કરાય છે. જસ્ટિસ ગોગોઈ રાજ્યસભા જવા ખાતર સરકાર સાથે હોવાની તેમજ સરકાર અને પોતાની ઈમાનદારી સાથે સમાધાન કરવા બદલ યાદ રખાશે.’

2018માં તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી હતી. ત્યારે સિબ્બલે જજો દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં દીપક મિશ્રાના કામકાજ સામે સવાલ ઉઠાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે જ સુપ્રીમ કોર્ટના અન્ય જજોને આગળ આવીને ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની અપીલ કરી હતી.

2018માં તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી હતી. ત્યારે સિબ્બલે જજો દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં દીપક મિશ્રાના કામકાજ સામે સવાલ ઉઠાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે જ સુપ્રીમ કોર્ટના અન્ય જજોને આગળ આવીને ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની અપીલ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments