INX કેસ : ચિદમ્બરમને ક્યાંયથી રાહત ન મળી, સુપ્રીમ કોર્ટે સુનાવણીનો ઈનકાર કર્યો

0
24
  • INX કેસમાં પી ચિદમ્બર વિરુદ્ધ EDએ મની લોન્ડરિંગ અને CBIએ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે
  • દિલ્હી હાઈકોર્ટથી જામીન અરજી રદ થયા પછી પૂર્વ નાણા મંત્રી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા
  • CBI સ્પેશિયલ કોર્ટે 22 ઓગસ્ટે ચિદમ્બરમને 26 ઓગસ્ટ સુધીના રિમાન્ડ પર મોકલ્યા હતા
  • નવી દિલ્હી: પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને કોંગ્રેસના સીનિયર નેતા પી ચિદમ્બરમ હાલ આઈએનએક્સ મીડિયા કેસમાં તપાસ એજન્સીઓથી ઘેરાયેલા છે. દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીન રદ કરી દીધા પછી સીબીઆઈએ ચિદમ્બરમની ધરપકડ કરી લીધી છે. કોર્ટ દ્વારા મળેલી કસ્ટડી આજે પૂરી થવાની છે. સીબીઆઈએ કરેલી ધરપકડ વિરુદ્ધ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ કોર્ટે આ વિશે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તેઓ સીબીઆઈની કામગીરીમાં દખલગીરી નહીં કરે.
  • આ પહેલાં આજે સવારે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે જામીન મામલે જસ્ટિસ ભાનુમતિ સામે આ મુદ્દાને ઉઠાવ્યો છે. આ વિશે જસ્ટિસે કહ્યું છે કે, હજી સુધી સીજેઆઈએ આ કેસની લિસ્ટિંગનો આર્ડર આપ્યો નથી. રજિસ્ટ્રી તેની રાહ જોઈ રહી છે. આ વિશે સોલિસિટર જનરલે કહ્યું છે કે, આ કેસની સુનાવણી થશે તો અમને કોઈ વાંધો નથી. ત્યારપછી જસ્ટિસ ભાનુમતિએ કહ્યું છે કે, આ કેસ નંબર 50 છે. નોંધનીય છે કે, પી ચિદમ્બરમ તરફથી સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈની ધરપકડ, સીબીઆઈની અટકાયત અને ઈડી મામલે અરજી દાખલ કરવામાં આવી છે.

    આઈએનએક્સ મામલે ઈડીએ મનિ લોન્ડરિંગ અને સીબીઆઈએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી કેસ દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે 23 ઓગસ્ટે સુનાવણી કરીને ઈડી મામલે 26 ઓગસ્ટ સુધી ચિદમ્બરમની ધરપકડ ન કરવા કહ્યું છે. સીબીઆઈ મામલે ચિદમ્બરમને કોઈ રાહત મળી નથી.

    સિબ્બલે કહ્યું- ન્યાય મેળવવો ચિંદમ્બરમનો હક
    ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે શુક્રવારે કહ્યું કે, ન્યાય મેળવવો ચિદમ્બરમનો મૂળ અધિકાર છે. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પરંતુ જે રીતે આ ડીલ કરવામાં આવી રહી છે તે મુશ્કેલી કરે તેવી છે. હાઈકોર્ટમાં દલીલો પૂરી થયા પછી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ ગૌરને નોટિસ આપી હતી. અમને જવાબ આપવાનો પણ મોકો ન મળ્યો.

    આ વિશે મહેતાએ કહ્યું હતું કે, ખોટા નિવેદનો ના કરો. દલીલ પૂરી થયા પછી મેં કોઈ નોટિસ નથી આપી. સિબ્બલે કહ્યું કે, શું સોંગધ ખઈને આ વાત કહી શકો છો? સિબ્બલના જણાવ્યા પ્રમાણે, હાઈકોર્ટનો નિર્ણય શબ્દશ: અહીં છે. કોમાની જગ્યાએ કોમા અને પૂર્ણવિરામની જગ્યાએ પૂર્ણવિરામ છે. કોપીમાં બધુ જ થે. જોકે આ જ ચિદમ્બરમને જામીન ન આપવાનો આધાર બની ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here