Saturday, June 3, 2023
Homeટોપ ન્યૂઝAAP નેતા સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

AAP નેતા સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

- Advertisement -

આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મોટી રાહત મળી છે. મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે AAPના નેતા સત્યેન્દ્ર જૈનને મેડિકલ ગ્રાઉન્ડના આધારે 42 દિવસની જામીન આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે સત્યેન્દ્ર જૈનની EDએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે 360 દિવસ પછી તેને જામીન આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈનને ગુરુવારે તિહાડ જેલના બાથરૂમમાં ચક્કર આવ્યા હતા અને તેઓ પડી ગયા હતા, જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એમને ડીડીયુ હોસ્પિટલમાંથી દિલ્હીના એલએનજેપી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં એમને ઑક્સીજન પર રાખવામાં આવ્યા હતા.

સત્યેન્દ્ર જૈનની તબિયત બગડવાના સમાચાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે જે વ્યક્તિ જનતાને સારી સારવાર અને સારું સ્વાસ્થ્ય આપવા માટે દિવસ-રાત કામ કરી રહી હતી, આજે તે સારા વ્યક્તિને એક તાનાશાહ મારી રહ્યો છે. તે તાનાશાહનો એક જ વિચાર છે – દરેકને સમાપ્ત કરવા માટે, તે ફક્ત “હું” માં જ રહે છે. તે ફક્ત પોતાને જોવા માંગે છે. ભગવાન બધુ જોઈ રહ્યા છે, તે બધા સાથે ન્યાય કરશે. સત્યેન્દ્ર જીના ઝડપથી સાજા થવા માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. ભગવાન તેમને આ પ્રતિકૂળ સંજોગો સામે લડવાની શક્તિ આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular