સમાન હક : સુપ્રીમ કોર્ટે નેવીમાં મહિલા અધિકારીઓને પરમનન્ટ કમીશનની પરવાનગી આપી, કહ્યું- મહિલાઓમાં પણ પુરુષ અધિકારીઓની જેમ જ સમુદ્રમાં રહેવાની કાબિલિયત

0
12

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે નેવીમાં મહિલા અધિકારીઓને પરમનન્ટ કમીશન આપવાની પરવાનગી આપી છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચે ચુકાદામાં કહ્યું કે મહિલાઓમાં પણ પુરુષ અધિકારીઓની જેમ સમુદ્રમાં રહેવાની કાબિલિયત છે. 2007ની એસએસસી જેએજી બેન્ચની એક મહિલા અધિકારી પરમનન્ટ કમીશનને લઈને અરજી દાખલ કરી હતી. તેમાં મહિલાઓની સાથે લૈંગિક આધાર પર ભેદભાવનો દાવો કરવામાં આવ્યો હતો. 18 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલાઓને પરમનન્ટ કમીશન આપવાનો આદેશ આપ્યો હતો.

વકીલ એશ્વર્યા ભારતીએ જણાવ્યું કે મહિલા અધિકારી 6 ઓગસ્ટ 2007ના રોજ નેવીમાં ભરતી થઈ હતી. તે એસએસસી જેએજી બેન્ચની એકમાત્ર મહિલા અધિકારી છે. અમારો કેસ પણ બબીતા પૂનિયા જેવો જ છે, આ મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સેનામાં તમામ મહિલા અધિકારીઓને 3 મહીનામાં પરમનન્ટ કમીશન આપવાની વાત કહી હતી. અમે ઈચ્છીએ છે કે નેવીમાં પણ મહિલા અધિકારીઓને સમાન તક મળવી જોઈએ. જોેકે વરિષ્ઠતા ક્રમમાં આગળ રહેવા છતા પણ પુરુષ અધિકારીઓને મહત્વ આપવામાં આવ્યું છે.

શું છે પરમનન્ટ કમીશન ?

સેનામાં પરમનન્ટ કમીશન મળ્યા બાદ કોઈ પણ અધિકારી રિટાયરમેન્ટ સુધી સેનામાં કામ કરી શકે છે અને તેને પેન્શન પણ મળે છે. સેનામાં અધિકારીઓની અછત પુરી કરવા માટે શોર્ટ સર્વિસ કમીશન શરૂ થયું હતું. આ અંતર્ગત પુરુષો અને મહિલાઓ બંનેની ભરતી કરવામાં આવે છે, તેમને 14 વર્ષમાં રિટાયર કરવામાં આવે છે અને તેમને પેન્શન પણ મળતું નથી. પરમનન્ટ કમીશન માટે નેવીમાં માત્ર પુરુષ અધિકારી જ અરજી કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here