ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી; UPની ખાપ પંચાયતો પણ આંદોલનના સમર્થનમાં આવી

0
0

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 21મો દિવસ છે. ખેડૂતોને દિલ્હીની સરહદ પરથી હટાવવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. લૉ સ્ટુડન્ટ ઋષભ શર્માએ આ અરજી કરી હતી. તેમનું કહેવું છે કે ખેડૂત આંદોલનને કારણે રસ્તા જામ થવાથી જનતા પરેશાન થઈ રહી છે. પ્રદર્શનના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ ન હોવાને કારણે કોરોનાનું જોખમ પણ વધી રહ્યું છે.

ખેડૂત આંદોલનને UPની ખાપ પંચાયતોનું સમર્થન…
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ઘણા ખાપોએ આંદોલનને સમર્થન આપ્યું છે. આ ખાપ 17 ડિસેમ્બરે દિલ્હીની સરહદ પર પ્રદર્શનમાં જોડાશે. અખિલ ખાપ પરિષદના સચિવ સુભાષ બાલિયાને આ માહિતી આપી. તો આ તરફ ખેડૂત સંગઠનોનું કહેવું છે કે તે આજે દિલ્હી અને નોઈડા વચ્ચે ચિલ્લા બોર્ડરને પૂરી રીતે બ્લોક કરશે.

મોદીએ કહ્યું- સરકાર દૂર કરશે ખેડૂતોની દરેક શંકા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાત મુલાકાતના સંબોધનમાં કહ્યું હતું કે વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમને ડરાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોની જમીન પર બીજા કબજો કરી લેશે. જો કોઈ ડેરીવાળો દૂધનો કોન્ટ્રેક્ટ લે છે તો શું તે પશુ પણ લઈ જાય છે? તેમણે વિશ્વાસ અપાવ્યો કે સરકાર દરેક શંકાના સમાધાન માટે તૈયાર છે. મોદીએ ગુજરાતમાં શીખ સંગઠનો સાથે પણ મુલાકાત કરી.

રાજકારણઃ આ મુદ્દા અંગે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેમને રાહ જોવડાવીને થકવવા અને તેમની સામે કાયદાને સમર્થન કરતી મોટી ફોજ તૈયાર કરવાની યોજનામાં દેશભરના સાંસદો-ધારાસભ્યોની ડ્યૂટી લગાડવામાં આવી છે કે એવા ખેડૂતોની યાદી તૈયાર કરો, જે સમર્થન કરવા માટે તૈયાર છે. છેલ્લા 5 દિવસમાં 16 સંગઠનોનું સમર્થન પણ મળી ગયું છે. AIKCCના ખેડૂત નેતા વીએમ સિંહ અને ભાકિયુ ભાનુને તેમના પક્ષમાં લઈને આવ્યા છે. સંયુક્ત મોરચા સામે પડકાર ઊભો થઈ ગયો છે કે કેવી રીતે બધાને એકજૂથ રાખવા.

માહોલઃ આંદોલનની શરૂઆતમાં દરેક રાજ્યમાંથી ખેડૂત અને સંગઠન સમર્થન આપવા માટે પહોંચી રહ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં સરકારે માહોલ બદલવા પર ભાર આપ્યો છે. ફિલ્ડમાં કેન્દ્રીય મંત્રીઓથી માંડી સાંસદો, ધારાસભ્યોને ઉતાર્યા છે. મંત્રી સતત મીડિયા સામે આવીને પક્ષ રાખી રહ્યા છે તો સાંસદ અને ધારાસભ્ય ફિલ્ડમાં જઈને ખેડૂતોને સમજાવી રહ્યા છે, સાથે જ સોશિયલ મીડિયા પર પણ મોટું અભિયાન શરૂ કર્યું છે, જેમાં એ તમામ પ્રવક્તાઓ અને નેતાઓની ડ્યૂટી લગાડવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. કૃષિ કાયદાના ફાયદાવાળા અને માહોલ બદલા માટે સોશિયલ મીડિયા પર વિડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here