Monday, January 24, 2022
Homeખેડૂતોને રસ્તા પરથી હટાવવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી; આંદોલનના સમર્થનમાં...
Array

ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી; આંદોલનના સમર્થનમાં UPની ખાપ પંચાયત ધરણાં કરશે

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. તો આ તરફ ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી થશે. પિટિશનર્સનું કહેવું છે કે આંદોલનને કારણે રસ્તા જામ થવાથી જનતા પરેશાન છે અને કોરોનાનું જોખમ પણ વધી રહ્યું છે. આ કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. અમુક પિટિશનર્સે કૃષિ કાયદાને રદ કરવાની માગ પણ કરી છે.

કોર્ટે કહ્યું- એક્સપર્ટ કમિટી બનાવવી જોઈએ…
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ખેડૂતોનો મામલો ઝડપથી રાષ્ટ્રીય મુદ્દો બનવાનો છે, જેનો નિવેડો લાવવા માટે એક્સપર્ટ કમિટી બનાવવી જોઈએ, જેમાં ખેડૂત સંગઠનો અને સરકાર સાથે એગ્રિકલ્ચર એક્સપર્ટ પણ સામેલ થાય. કોર્ટે કોમેન્ટ કરી કે એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર અને ખેડૂતોની અત્યારસુધીમાં જે વાતચીત થઈ છે એનાથી કોઈ નિવેડો નથી આવવાનો.

UPની ખાપ પંચાયત આજે આંદોલનમાં જોડાશે…
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ઘણા ખાપોએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. આ ખાપ આજે દિલ્હીની સરહદ પર વિરોધપ્રદર્શનમાં જોડાશે.

શીખ સંતે ખેડૂતોના સમર્થનમાં આત્મહત્યા કરી…
65 વર્ષના સંત બાબા રામ સિંહ સિંધુ બોર્ડર પર ખેડૂતોના ધરણાંમાં સામેલ હતા. બુધવારે તેમને મંચ પર પાઠ કરવાના હતા, એટલા માટે મંચ પાસે જ ઊભા હતા. બપોરે 2.30 વાગ્યે તેમણે તેમના ડ્રાઈવર અને સાથીને થોડેક દૂર મોકલ્યા અને અચાનક પોતાની જાતને ગોળી મારી દીધી. તેમની સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં લખ્યું છે કે મારું આ પગલું ખેડૂતોના હક અને સરકારના અત્યાચાર વિરુદ્ધ છે. ખેડૂતોનું દુઃખ સાંભળીને દુઃખી છું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular