સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને આરક્ષણ મર્યાદા 50 ટકાથી વધારી શકાય તેવો સવાલ કર્યો

0
2

સુપ્રીમ કોર્ટમાં સોમવારે મરાઠા આરક્ષણ મુદ્દે સુનાવણી યોજાઈ હતી. 5 જજોની બેચ આ મુદ્દાને 18મી માર્ચ સુધી સાંભળશે. સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી દરમિયાન કહ્યું કે, આરક્ષણ મુદ્દે તમામ રાજ્યોને સાંભળવામાં આવે તે જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને શું આરક્ષણ મર્યાદા 50 ટકાથી વધારી શકાય તેવો સવાલ કર્યો હતો. આ સાથે જ સુનાવણીને 15મી માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે.

વકીલોએ ઉઠાવ્યો મુદ્દો

સુનાવણી દરમિયાન સોમવારે વકીલ ગોપાલ શંકરનારાયણે કહ્યું કે, આરક્ષણ મામલે અનેક રાજ્યોએ મુદ્દા ઉઠાવ્યા છે જે વિવિધ વિષયોના છે. આરક્ષણ સાથે સંકળાયેલા વિવિધ કેસ આ મુદ્દે જોડાયેલા છે. 122મી અમેન્ડમેન્ટ, આર્થિક આધારે 10 ટકા આરક્ષણ, જાતિઓમાં ક્લાસિફિકેશન જેવા મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા છે.

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, આ મામલે આર્ટિકલ 342 Aની વ્યાખ્યા પણ સામેલ છે જે તમામ રાજ્યોને પ્રભાવિત કરે છે. માટે એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં તમામ રાજ્યોને સાંભળવા જોઈએ અને તમામ રાજ્યોને સાંભળ્યા વગર આ મુદ્દે નિર્ણય ન લઈ શકાય.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ મામલે તમામ રાજ્યોને બંધારણીય સવાલ કરવામાં આવ્યો, કોર્ટે ફક્ત મહારાષ્ટ્ર અને કેન્દ્રની સુનાવણી ન કરવી જોઈએ, તમામ રાજ્યોને નોટિસ મોકલવી જોઈએ.

શું છે વિવાદ?

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં લાંબા સમયથી મરાઠાઓને આરક્ષણ આપવાની વાત થઈ રહી છે. 2018માં રાજ્ય સરકારે શિક્ષણ-નોકરીમાં 16 ટકા આરક્ષણ આપવાનો કાયદો બનાવ્યો હતો પરંતુ હાઈકોર્ટે પોતાના આદેશમાં તેની મર્યાદા ઘટાડી દીધી હતી.

બાદમાં કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દો મોટી બેચને સોંપ્યો હતો અને વિધિવત સુનાવણી માટે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here