અર્નબના જામીન પર સુપ્રીમ કોર્ટ : મહારાષ્ટ્ર પોલીસની FIRમાં આરોપ સાબિત થતો નથી, કોઈની એક દિવસની પણ આઝાદી છીનવવી તે ખોટું છે

0
6

રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીને આર્કિટેક્ટ અન્વય નાઈકની આત્મહત્યાના મામલામાં રાહત આપતા સુપ્રીમ કોર્ટે તેમને 11 નવેમ્બરે જામીન આપી દીધા હતા. 27 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ અર્નબને જામીન આપવા બાબતે વિગતે ચુકાદો આપ્યો હતો. તેમાં જામીન આપવાના કારણને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું છે કે રાયગઢ પોલીસ દ્વારા નોંધવામાં આવેલી FIR પ્રથમ દર્શનીય રીતે તેમની વિરુદ્ધના આરોપને સાબિત કરતી નથી.

સુપ્રીમ કોર્ટેના ચુકાદાની 4 ખાસ વાત

1. જામીન પરઃ 2018ના આત્મહત્યા મામલામાં જર્નાલિસ્ટ અર્નબ ગોસ્વામીના ઈન્ટરીમ જામીન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી બોમ્બે હાઈકોર્ટ તેમની અરજી પર ચુકાદો આપતી નથી. ઈન્ટરીમ જામીન અગામી 4 સપ્તાહ માટે હશે. તેની શરૂઆત તે દિવસથી થશે જે દિવસે બોમ્બે હાઈકોર્ટે આત્મહત્યાના મામલામાં જામીનની અરજી પર સુનાવણી શરૂ કરી.

2. હાઈકોર્ટ, નીચલી કોર્ટ પરઃ હાઈકોર્ટ્સ, જિલ્લા કોર્ટોએ રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા ક્રિમિનલ લોના દુરઉપયોગ કરવાથી બચવું જોઈએ. કોર્ટના દરવાજા એવા નાગરિક માટે બંધ ન કરી શકાય, જેમની વિરુદ્ઘ પ્રથમ દર્શનીય રીતે જ રાજ્ય સરકાર દ્વારા પોતોની શક્તિનો દૂરઉપયોગ કરવાનો સંકેત હોય.

3. આઝાદી પરઃ કોઈ પણ વ્યક્તિને એક દિવસ માટે પણ વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત ન રાખી શકાય. જામીન અરજીની સુનાવણીમાં જે સમય લાગે છે, તેના નિવારણ માટે કોર્ટની જરૂર છે.

4. અર્નબની વિરુદ્ધના આરોપ પરઃ મુંબઈ પોલીસ દ્વારા નોંધાયેલી FIR અને આત્મહત્યા માટેના અપમાનના અપરાધની વચ્ચે કોઈ સંબંધ દેખાઈ રહ્યો નથી. એવામાં અર્નબની વિરુદ્ધ આરોપ સાબિત થઈ રહ્યાં નથી.

કોર્ટે જામીનની સુનાવણી દરમિયાન કહ્યું હતું

11 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે ગોસ્વામીને વચગાળા જામીન આપતા કહ્યું હતું કે તેમની વ્યક્તિગત સ્વતંત્રતાને વિક્ષેપિત કરવામાં આવી તો તે અન્યાય હશે. કોર્ટ એ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર કેટલાક લોકોને માત્ર એ આધાર પર કઈ રીતે નિશાન બનાવી શકે છે કે તે તેના આદર્શો કે મત સાથે સહમત નથી.

આ મામલામાં બે અન્ય નીતીશ સારદા અને ફિરોઝ મુહમ્મદ શેખને પણ પચાસ-પચાસ હજાર રૂપિયાના ખાનગી બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. જામીન આપતા કોર્ટ કહ્યું હતું કે જો રાજ્ય સરકારો લોકોને નિશાન બનાવે છે તો તેને એ વાતનો અનુભવ હોવો જોઈએ કે નાગરિકોના અધિકારોની રક્ષા માટે સુપ્રીમ કોર્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here