ઉન્નાવ રેપ કેસમાં યોગી સરકારને મોટો આંચકો, તમામ કેસની સુનવણી ઉત્તર પ્રદેશની બહાર કરવા સુપ્રિમનો આદેશ

0
38

સુપ્રિમ કોર્ટે ઉન્નાવ રેપ કેસ પર મહત્વપૂર્ણ નિર્ણય આપતા આજે જણાવ્યું છે કે ઉન્નાવ રેપ કેસને લગતા તમામ કેસોને ઉત્તર પ્રદેશથી બહાર ટ્રાન્સફર કરવામા આવે. આજે આ કેસની સુનવણી વખતે જ સુપ્રિમ કોર્ટે પૂછ્યું હતું કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામા આવી છે. તેનો જવાબ સરકારી વકીલે હા મા આપ્યો હતો. જેની બાદ કોર્ટે કહ્યું કે અમે આ કેસમાં એક સીબીઆઈના અધિકારીની હાજરી જોઈએ. જેની સુનવણી બપોરે કરવામા આવશે. આ ઉપરાંત આ કેસને હવે ઉત્તર પ્રદેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવશે.

આ દરમ્યાન સોલીસીટર જનરલે અદાલતને માહિતી આપી હતી કે આ કેસની તપાસ કરી રહેલા અધિકારી લખનઉમા છે. તેથી તેમને અદાલતમા હાજર થવું મુશ્કેલ છે. તેવામાં સીઆઈજે એ કહ્યું કે તે ફોન પર માહિતી આપી શકે છે. તેમ છતાં અદાલતે સીબીઆઈના એક અધિકારીને અદાલતમા હાજર રહેવા જણાવ્યું હતું .

આ પૂર્વે બુધવારે ચીફ જસ્ટીસે પીડિતા દ્વારા લખવામા આવેલા પત્રને રજુ નહીં કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ મુદ્દે ન્યાયાલય મહાસચિવનો અહેવાલ પણ માંગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ઉન્નાવ રેપ કાંડની પીડિતા તેમના પરિવાર અને વકીલ સાથે રાયબરેલી જેલમા બંધ તેના કાકાની મુલાકાતે જઈ રહી હતી. આ સમયે એક તેજ આવી રહેલી ટ્રકે તેમની ગાડીને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામા પીડિતાની કાકી અને માસીના મોત થયા છે. જયારે પીડિતા અને તેમના વકીલ ગંભીર રીતે ઘાયલ છે. આ દુર્ઘટના બાદ પોલીસે રેપ કાંડના આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર અને તેમના ભાઈ મનોજ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત ૧૦ અન્ય લોકો વિરુદ્ધ નામજોગ અને ૨૦ અજ્ઞાત લોકો વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામા આવ્યો છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ કેસની પીડિતા સાથે થયેલા અકસ્માત બાદ અનેક નવા ખૂલાસા સામે આવ્યા છે. જેમાં રેપ પીડિતાની માતાએ સોમવારે ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. પીડિતાની માતાએ યોગી સરકારની ન્યાય પ્રણાલી પર સવાલ ઉઠાવતા કહ્યું કે ભાજપ ધારાસભ્ય દરરોજ કચેરીમા જાનથી મારવાની ધમકી આપે છે. તેમજ આખરે તે તેમના પ્રયત્નોમા સફળ થયા છે. તેમણે જ એક્સિડન્ટ કરાવ્યો છે. અમે પોલીસને પહેલા જ કહ્યું હતું કે અમારી અકસ્માત કરીને હત્યા કરાવવામા આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here