દિશા સલિયન ડેથ કેસ : સુપ્રીમ કોર્ટે CBI તપાસની પિટિશન પર સુનાવણી કરવાની ના પાડી બોમ્બે હાઈકોર્ટ પાસે જવા કહ્યું, અરજીકર્તાએ અરજી પાછી લઈ લીધી

0
11

સુપ્રીમ કોર્ટે સોમવારે દિશા સલિયનનાં મૃત્યુ સાથે જોડાયેલી પિટિશન પર સુનાવણી કરવાની ના પાડી દીધી. પિટિશનમાં દિશાનાં મૃત્યુની તપાસ CBI પાસે કરાવવાની અપીલ કરી હતી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ. એ. બોબડેની બેન્ચે આ નિર્ણય લીધો છે. આ પિટિશન પુનીત કુમાર ઢાંડાએ ફાઈલ કરી હતી જેમાં મુંબઈ પોલીસ પાસે દિશાનાં મૃત્યુ સાથે જોડાયેલા તમામ રેકોર્ડ માગ્યા હતા.

પ્રથમવાર આ કેસ પર સુનાવણી થવાની હતી ત્યારે CJIએ કહ્યું હતું, મિસ્ટર ઢાંડાને સુપ્રીમ કોર્ટમાં જવાને બદલે બોમ્બે હાઈકોર્ટમાં જવાનો નિર્ણય કરવાનો હતો. પિટિશન દિશા અને સુશાંતના મૃત્યુમાં શંકાસ્પદ પરિસ્થિતિઓને ખુલ્લી કરે છે, કારણ કે મૃત્યુના સમયે બંને તેમના કરિયરમાં ટોચ પર હતા.

બે વખત સુનાવણી ટળી હતી

છેલ્લી બે સુનાવણી દરમિયાન કોઈ પણ વકીલ સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. આથી CJIએ સુનાવણી મોકૂફ રાખી હતી. 26 ઓક્ટોબરે થયેલી સુનાવણી દરમિયાન વકીલે કહ્યું હતું કે, સુશાંત ડેથ કેસમાં CBI તપાસ ચાલી રહી છે. દિશાના કેસમાં પણ CBI તપાસ કરાવવી જોઈએ.

વકીલે પિટિશન પરત લીધી

બેન્ચના વકીલે કહ્યું, તમારી પાસે એક કેસ હોઈ શકે છે, પરંતુ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરવામાં તકલીફ શું છે? લાઈવ લો ન્યૂઝ વેબસાઈટમાં જણાવ્યા પ્રમાણે, આ આદેશ પછી વકીલે પિટિશન પાછી લઇ લીધી છે. સુપ્રીમ કોર્ટના વકીલે દિશા સલિયન કેસમાં CBI પાસે તપાસ કરાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરવાની સ્વતંત્રતા આપી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here