Tuesday, September 21, 2021
Homeસુપ્રીમ કોર્ટે શાહીન બાગ કેસ મામલે પુનર્વિચારની અરજીને ફગાવી દીધી
Array

સુપ્રીમ કોર્ટે શાહીન બાગ કેસ મામલે પુનર્વિચારની અરજીને ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે શાહીન બાગ કેસ મામલે પુનર્વિચારની અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ઓક્ટોબર મહીનામાં શાહીનબાગ કેસ મામલે જે ચુકાદો આપ્યો હતો તેને યથાવત રાખ્યો છે. કોર્ટના કહેવા પ્રમાણે લોકો પોતાની મરજીથી કોઈ પણ સ્થળે ધરણાં પ્રદર્શન ન કરી શકે. ધરણાં પ્રદર્શન એ લોકતંત્રનો હિસ્સો છે પરંતુ તેની એક સીમા પણ છે.

ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ધરણાં પ્રદર્શન માટે જગ્યા ચિહ્નિત હોવી જોઈએ. જો કોઈ વ્યક્તિ કે સમૂહ તેનાથી બહાર ધરણાં પ્રદર્શન કરે તો નિયમાનુસાર તેમને હટાવવાનો અધિકાર પોલીસ પાસે છે. ધરણાં પ્રદર્શનોના કારણે સામાન્ય લોકોને કોઈ અસર ન પહોંચવી જોઈએ. ધરણાં માટે સાર્વજનિક સ્થળો પર કબજો ન જમાવી શકાય.

આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શાહીન બાગના CAA પ્રોટેસ્ટને ગેરકાયદેસર ગણાવ્યો હતો. કોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર માટે પડકાર આપવામાં આવ્યો હતો. જો કે હવે સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. એસ.કે કૉલ, અનીરૂદ્ધ બોસ અને કૃષ્ણ મુરારી આ 3 ન્યાયાધીશોએ અરજીને ફગાવી દીધી છે.

2019ના વર્ષમાં શાહીન બાગ દિલ્હીમાં CAAના વિરોધના કેન્દ્ર તરીકે સામે આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ શાહીન બાગ પહોંચીને નાગરિકતા કાયદાનો વિરોધ કર્યો હતો. કોરોના મહામારીના કારણે ગત વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યાર બાદ શાહીનબાગ ખાતેના પ્રદર્શનોનો અંત આવ્યો હતો. પ્રદર્શનમાં સામેલ લોકો અને ટીકાકારોએ આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવ્યો હતો. આ પ્રદર્શનોના કારણે દિલ્હીમાં પરિવહનને ભારે અસર પહોંચી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments