Tuesday, September 21, 2021
HomeLIVE : અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે કહ્યું- કોર્ટે ધર્મ અને શ્રદ્ધાળુઓની...
Array

LIVE : અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે કહ્યું- કોર્ટે ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થાનો સ્વીકાર કરવો જોઈએ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યા વિવાદ પર ચુકાદો આપવાની શરૂઆત કરી દીધી છે. ચીફ જસ્ટિસ રજંન ગોગોઈએ ચુકાદો વાંચવાની શરૂઆત કરી દીધી છે. ચીફ જસ્ટિસે શિયા-સુન્ની વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.

સુનાવણી દરમિયાનની અપડેટેસ

  • ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું- મીર બકીએ બાબરી મસ્જિદ બનાવી. ધર્મશાસ્ત્રમાં પ્રવેશ કરવો કોર્ટ માટે યોગ્ય નથી
  • ચીફ જસ્ટિસે કહ્યું- અમે સર્વસમ્મતિથી નિર્ણય સંભળાવી રહ્યા છીએ. આ કોર્ટે ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થાનો સ્વીકાર પણ કરવો જોઈએ. કોર્ટે સંતુલન જાળવવું જોઈએ.
  • સુપ્રીમ કોર્ટે કહ્યું- વિવાદિત જમીન રેવન્યૂ રેકોર્ડમાં સરકારી જમીન તરીકે ચિન્હિત છે. શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદિત માળખા પર હતો. તે અરજી ફગાવી દેવામાં આવી છે.
  • સુપ્રીમ કોર્ટે કહ્યું- રામ જન્મભૂમિ સ્થાન ન્યાયિક વ્યક્તિ નથી. સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો નકાર્યો છે. નિર્મોહી અખાડાએ જન્મભૂમિના મેનેજમેન્ટનો અધિકાર માંગ્યો હતો.
  • ચીફ જસ્ટિસે કહ્યું- વિવાદિત માળખુ ઈસ્લામિક મૂળનું માળખુ નથી, પરંતુ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ તેમના રિપોર્ટમાં એવું નથી કહ્યું કે, મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવામાં આવ્યું છે.
  • મસ્જિદ ખાલી જગ્યામાં નહતી બની
  • મંદિર માટે મસ્જિદ તોડાઈ હોવાની સ્પષ્ટ નથી
  • ASIએ તેમના રિપોર્ટમાં મંદિરની વાત કરી છે
  • સુપ્રીમ કોર્ટે શિયા-સુન્ની બોર્ડની અરજી ફગાવાઈ
  • નિર્મોહી અખાડાની અરજી પણ ફગાવવામાં આવી

નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રાજ્યોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 3 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો થે. જોકે અયોધ્યામાં રામલલ્લાના દર્શન પર કોઈ પ્રતિબંધ લગાવાવમાં આવ્યો નથી. મધ્ય પ્રદેશમાં પણ નિર્ણયને ધ્યાનમાં રાખીને શનિવારે સ્કૂલ-કોલેજોમાં રજા રાખવામાં આવી છે.

  • કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને દિલ્હીમાં શનિવારે સ્કૂલો બંધ રહેશે
  • ઉત્તર પ્રદેશના અલીગઢ અને મુઝફ્ફરનગર, રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે.

જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય: PM મોદી
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments