સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું- ખેડૂત આંદોલન રાષ્ટ્રીય મુદ્દો બનવાનો છે, ખેડૂત સંગઠનો સહિત તમામ પક્ષકારોને સામેલ કરીને સમિતિ બનાવો

0
7

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 21મો દિવસ છે.ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મેહતાને કહ્યું કે સરકાર, ખેડૂત સંગઠન અને અન્ય પક્ષોને સામેલ કરીને એક કમિટિ બનાવવી જોઈએ, કારણ કે ટૂંક સમયમાં આ રાષ્ટ્રીય મુદ્દો બનવાનો છે. એવું લાગે છે કે માત્ર સરકારના સ્તર પર આનો નિવેડો નહીં આવે.

ખેડૂતોને પણ પાર્ટી બનાવવાની મંજૂરી
ચીફ જસ્ટિસ એસ એ બોબડેની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. કોર્ટે ખેડૂતોને પણ પાર્ટી બનાવવાની મંજૂરી આપી દીધી છે. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે શાહીન બાગના મામલાની દલીલ કરી તો, ચીફ જસ્ટિસે કહ્યું કે, કાયદો-વ્યવસ્થા સાથે જોડાયેલા મામલામાં કોઈ ઉદાહરણ ન આપી શકાય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસે જવાબ માગ્યા છે, આવતીકાલે ફરી સુનાવણી થશે.લૉ સ્ટુડન્ટ ઋષભ શર્માએ આ અરજી કરી હતી. તેમનું કહેવું છે કે ખેડૂત આંદોલનને કારણે રસ્તા જામ થવાથી જનતા પરેશાન થઈ રહી છે. પ્રદર્શનના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ ન હોવાને કારણે કોરોનાનું જોખમ પણ વધી રહ્યું છે.

કાયદો પાછા લેવાની માગ પર અડગ ખેડૂતોએ બુધવારે ચિલ્લા બોર્ડર પર દિલ્હી-નોઈડા લિંક રોડને બ્લોક કરી દીધો હતો. આજ કારણે ત્યાં જામની સ્થિતિ બની ગઈ છે. રસ્તા પર ગાડીઓની લાંબી લાઈન લાગી છે.ખેડૂતોએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાતચીત પછી 13 ડિસેમ્બરની રાતે ચિલ્લા બોર્ડરને ખોલવાનો નિર્ણય કર્યો હતો.

ખેડૂત આંદોલનને UPની ખાપ પંચાયતોનું સમર્થન
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ઘણા ખાપોએ આંદોલનને સમર્થન આપ્યું છે. આ ખાપ 17 ડિસેમ્બરે દિલ્હીની સરહદ પર પ્રદર્શનમાં જોડાશે. અખિલ ખાપ પરિષદના સચિવ સુભાષ બાલિયાને આ માહિતી આપી. તો આ તરફ ખેડૂત સંગઠનોનું કહેવું છે કે તે આજે દિલ્હી અને નોઈડા વચ્ચે ચિલ્લા બોર્ડરને પૂરી રીતે બ્લોક કરશે.​​​​​​​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here