ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા જંગલ રાજ પર મહોર છે સુપ્રિમ કોર્ટનો નિર્ણય : પ્રિયંકા ગાંધી

0
17

ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ કેસને લગતા પાંચ કેસને સુપ્રિમ કોર્ટે દિલ્હી તબદીલ કરવાના આદેશને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કટાક્ષ કર્યો છે. જેમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે સુપ્રિમ કોર્ટનો આદેશ ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા જંગલ રાજ અને યોગી સરકારની નિષ્ફળતા પર મહોર છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે સુપ્રિમ કોર્ટનો નિર્ણય ઉત્તર પ્રદેશમા ફેલાયેલા જંગલ રાજ એન સરકારની નાકામી પર એક મહોર છે. ભાજપે પણ માન્યું છે કે તે ગુનેગારને રક્ષણ આપી રહ્યું છે. તેના લીધે જ તેની પક્ષમાંથી હકાલપટ્ટી કરીને ભૂલ સુધારવાની દિશામાં કમ સે કમ એક પગલું તો ભર્યું.

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ અને અકસ્માત સાથે જોડાયેલાતમામ કેસને સુપ્રિમ કોર્ટે લખનઉથી દિલ્હીથી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે દિલ્હીની નીચલી અદાલતને આદેશ આપ્યો છે કે ૪૫ દિવસની અંદર તેની સુનવણી પૂર્ણ કરે. જેના લીધે પીડિતાને ઝડપથી ન્યાય મળી શકશે.

આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે સીઆરપીએફને પીડિતાને ૨૫ લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત અદાલતે તાત્કાલિક પ્રભાવથી પીડિતા અને તેમના પરિવારને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે આ ઉપરાંત પીડિતાના પરિવાર ઉપરાંત ઉન્નાવમા રહેતા તેમના તમામ સગા સબંધીઓને પણ સુરક્ષા આપવામા આવે.આ પૂર્વે સુપ્રિમ કોર્ટે સીબીઆઈને ૭ દિવસમાં આ સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. સીબીઆઈ ઈચ્છે તો સાત દિવસ વધુ લઈ શકે છે પરંતુ ૧૫ દિવસથી વધારે ના લાગવી જોઈએ.

આ ઉપરાંત ભાજપે ગુરુવારે ઉન્નાવ રેપ અને અકસ્માત કેસમાં સંડોવાયેલા ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરની પણ પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી. જેને લઈને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ભાજપ પર અનેક સવાલ ઉભા કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here