Saturday, September 18, 2021
Homeસુરત : ટ્રક ડ્રાઇવરને ચપ્પુ મારી ભાગતાં 3 લૂંટારૂમાંથી 1 પકડાયો
Array

સુરત : ટ્રક ડ્રાઇવરને ચપ્પુ મારી ભાગતાં 3 લૂંટારૂમાંથી 1 પકડાયો

મુંબઈનો ટ્રાન્સપોર્ટનો સામાન વાપી ખાલી કરી, ટેમ્પો ચાલક કચ્છ જઈ રહ્યો હતો. કામરેજના વાવ ગામે ટેમ્પોના ટાયર ફાટી ગયું હતું. બીજુ ટાયર આવતાં ટાયર બદલતી વેળાએ મોટરસાકલ આવેલા 3 યુવાનોએ રૂપિયાની માંગણી કરી હતી. જેથી ડ્રાઈવરે રૂપિયા આપવાની ના પાડતાં તેના પેટમાં ચપ્પુ માર્યું હતું. ઇજાગ્રસ્ત ડ્રાઇવરે બૂમા બૂમ કરતાં યુવકો મોટરસાઈકલ પર ભાગી રહ્યા હતાં. ત્યારે બીજા ડ્રાઈવરે ટોમી છુટ્ટી મારતાં પાછળ બેઠેલ એક યુવક રોડ પર પટકાયો હતો. જેને પસાર થતાં લોકોએ પકડી લીધો હતો. આ યુવકે લોકોથી બચવા માટે પોતાના પેટમાં તિક્ષ્ણ હથિયાર હુલાવી દીધુ હતું.જો કે, મૃતકના નજીકના સંબંધીઓએ હત્યા કે આત્મહત્યા અંગે શંકા વ્યક્ત કરી ન્યાની માગ કરી છે.

ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મરણજનાર યુવક કામરેજનો હોવાનું જાણવા મળેલ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કામરેજ પોલીસ મથકેથી મળતી વિગત મુજબ નરશી સ્ટીટ છત્રપતિ શીવાજી ટર્મીનલની બાજુમા આવેલ મુંબઇની મહારાજા ટ્રાન્શલાઇનર આવેલ છે. જેમાં છેલ્લાં બે વર્ષથી ડ્રાઇવર તરીકે સુનીલ દયારામ નીશાદ (28) નોકરી કરતો હતો. જે મુળ ઉતરપદેશનાં બસ્તીપુર ગામનો તેની મિલિકીનાં ટાટાં 1108 ટેમ્પો નં (MH 04 FP 3105)માં 19-7-2021ની રાત્રે નવ વાગે મુંબઇ ડોંબીવલીથી પરચુરણ મીક્ષ કાપડનો માલ ભરી નીકળ્યો હતો.

જે બીજે દિવસે વાપી ટ્રાન્સપોર્ટની ઓફિસે આવી ત્યાંથી બીજોમાલ ભરી કચ્છ ભૂજ ખાલી કરવા જવાનો હતો. તા.20-7-2021નાં બપોરે 2.00 વાગે નીકળ્યો હતો. જે કડોદરાથી કામરેજ વચ્ચે વાવ ગામની સીમમાં GEB સ્ટેશનની સામેેથી પસાર થતી વખતે ટાયર ફાટતા ટેમ્પો રોડની સાઇડે મુકી મુંબઇ ટ્રાન્સપોર્ટ માલિક પરેશભાઇ રાજગોરને ફોનથી જાણ કરી હતી. શેઠે આપણી ભારતબેંઝ ટ્રક નં (MH 42 T 7302)નો ચાલક શાલીકરામ ગીરધારીલાલ યાદવ (35) (રહે.જુનેદપુર ગામ જિ. આંબેડકરનગર યુ પી) આજે માલ ભરી કચ્છ-ભુજ જવા નીકળ્યો છે.

તે વાપીથી તારી ગાડીનાં ટાયર લેતો આવશે. જેથી સુનીલ વાવ ટેમ્પોમાં જ રોકાયો હતો. 21 જુલાઈનાં રોજ સાંજે 5.30 વાગે શાદીકરામ ટ્રક લઇનેે આવતા ટેમ્પાની પાછળ ટ્રક ઉભી રાખી બંને ટેમ્પાનું ટાયર બદલતા હતા. ત્યારે 6.00 વાગ્યે પાછળથી એક મોસા.પર ત્રણ ઇસમો આવી મોટરસાઈકલ ટેમ્પોની આગળ ઉભી રાખી હતી.

પાછળ બેઠેલા ઇસમે શાલીકરામ પાસે આવી આ ટ્રક તારી છે, એમ પુંછ્યું હતું. શાલીકરામે હા કહેતા બેથી ત્રણ વાર પૈસાની માંગણી કરી હતી, પરંતુ શાલીકરામે પૈસા આપવાની ના પાડતા તેની પાસેનું ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયિર કાઢી મારી દેવાની ધમકી આપી પેન્ટનાં ખીસ્સામાંથી હાથ નાંખી પૈસા કાઢી લેતા, બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. લૂંટારૂ ઈસમે તેનાં હાથમાંનું ચપ્પૂ શાલીકરામનાં પેટમાં ડાબી બાજુ મારી દીધુ હતું.

બુમાબુમ થતાં મો.સા.પર બેઠેલાં બીજા 2 ઇસમો પણ દોડી આવ્યા હતાં. બંનેએ ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી હતી. ત્રણેય ઈસમો મોટરસાઈકલ પર બેસી ભાગવા જતા ઇજાગ્રસ્ત શાદીકરામે ટોમીનો છુટ્ટો ઘા માર્યો હતો. મોટરસાઈકલ પર પાછળ બેઠેલા ઇસમને વાગતા તે રોડ પર પડી ગયો હતો. જ્યારે બીજા બે નાશી છુટ્યા હતાં. આ દરમિયાન રોડ પરથી અવરજવર કરતા લોકોએ બીજા ઇસમને પકડી લેતાં તેણેે નાસવા માટે તેની પાસેનું ચપ્પૂ જેવું હથિયાર પોતાની જાતે પેટમાંં મારી દઇ લોહીલુહાણ થઇ ગયો હતો.

પિતાના અવસાન બાદ માતાએ અન્ય લગ્ન કરી લેતા મૃતક તેના ફોઈ સાથે રહેતો હતો.
પિતાના અવસાન બાદ માતાએ અન્ય લગ્ન કરી લેતા મૃતક તેના ફોઈ સાથે રહેતો હતો.

આ દરમિયાન એકત્ર થયેલા થયેલા લોકોમાંથી કોઇકે 108ને ફોન કરતા આવેલાં 108નાં ચાલક તથા લોકોએ લૂંટારૂ ઇસમનું નામઠામ પુછતાં કૃણાલ રાજેશકુમાર દેશમુખ (25) (રહે. 8 સાંઇદશૅન રેસીડંશી કામરેજ ગામ) જણાવ્યું હતું. 108 મારફતે બંનેને સુરત સ્મીમેરમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન કૃણાલ દેશણુખનું મોત નીપજ્યું હતું. જ્યારે શીવાલીકરામ આઇસીયુ વોડેમાં સારવાર હેઠળ હોવાનું વિગત જાણવા મળેલ છે. કામરેજ પોલિસે સુનિલ દયારામ નીશાદની ફરિયાદ લઇ કૃણાલ દેશમુખ તથા બીજા બે અજાણ્યા ઇસમો ઉ.વ.આશરે 20 થી 25 વર્ષનાં સામેે 307, 394, 506 (2)મુજબ લૂંટનો ગુનો દાખલ કયો હતો. જ્યારે કૃણાલ રાજેશ દેશમુખનાં અકસ્માત મોત દાખલ કરી પી એમ રીપોર્ટ આવ્યા બાદ વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક ફોઈ સાથે રહેતો હતો

સુનિતાબેન હસમુખભાઈ દેશમુખ (મૃતક કૃણાલ રાજેશ દેશમુખની ફોઈ) એ જણાવ્યું હતું કે, પિતાના મૃત્યુ બાદ કૃણાલની માતા એ બીજા લગ્ન કરી લીધા હતાં.જેથી કૃણાલ મારી સાથે રહેતો હતો. લગભગ 3 મહિનાથી બેકાર કૃણાલ એક અઠવાડિયાથી ઘરે આવ્યો નહોતો. જોકે ઘટનાની રાત્રે સ્મીમેર હોસ્પિટલમાંથી ફોન આવતા આખી ઘટના સામે આવી હતી.

હત્યા કે આત્મહત્યા અંગે તપાસની સંબંધીઓએ ન્યાયની માગ કરી હતી.
હત્યા કે આત્મહત્યા અંગે તપાસની સંબંધીઓએ ન્યાયની માગ કરી હતી.

હત્યા કે આત્મહત્યા? તપાસ થવી જોઈએ

તરંગ ચંદુભાઈ મુખર્જી (મૃતક કૃણાલની મિત્ર) એ જણાવ્યું હતું કે, ચાર દિવસ કૃણાલ મારી સાથે હતો. અમે કામરેજના માનસરોવરમાં મિત્રના ઘરે રહેતા હતાં. ત્યારબાદ, હું સુરત કામ પર આવી અને કૃણાલ ઘટનાના રોજ સવારે કામરેજ ગયો હતો. બનાવના દિવસે બપોરે 3 વાગ્યે મારી કૃણાલ સાથે ઘણી વાત થઈ હતી. ત્યારબાદ 6 વાગે પણ વાત થઈ હતી. એમ લાગતું હતું કે, કૃણાલની આજુબાજુ તેના મિત્રો હતા. પછી અચાનક રાત્રે 9:15 મિનિટે સ્મીમેર હોસ્પિટલમાંથી ફોન આવતા હું ચોંકી ગઈ હતી. તાત્કાલિક હોસ્પિટલ જતા કૃણાલ સાથે થોડી જ વાત થઈ હતી. ટ્રકવાળાએ ચપ્પુ માર્યું હોવાની વાત કરતાં કરતા કૃણાલ ગંભીર થઈ ગયો હતો. અમે દોઢ વર્ષથી એકબીજાના પરિચય માં હતા. કૃણાલની હત્યા કે આત્મ હત્યા અંગે તપાસ કરી પોલીસ અમને ન્યાય આપે એવી જ ઈચ્છા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments