સુરત: ફાયર સેફ્ટીની સુવિધા નોટિસ આપવા છતા ઉભી ન કરતી 10 સ્કૂલોને સીલ કરાઈ

0
8

સુરતમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા પાલિકા દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં આગની બનતી દુર્ઘટનાઓને રોકવા અને પહોંચવી વળવા ફાયરબ્રિગેડ દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હોય છે. નોટિસ આપ્યા બાદ પણ શહેરના ખાનગી શાળાના સંચાલકો દ્વારા કોઈ પગલાં ન લેવામાં આવ્યાં હોવાનું ફાયરબ્રિગેડના ધ્યાનમાં આવ્યું હોય છે. જેથી ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી 10 જેટલી શાળાઓને સીલ મારી દેવાની કામગીરી કરી છે. મોડીરાતથી શરૂ થયેલી કામગીરી વહેલી સવાર સુધી ચાલી હોય છે. જેમાં ફાયરબ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હોય છે.

નોટિસ છતાં કામગીરી નહી…

કોરોના કાળમાં હાલ શાળાઓ બંધ છે. માત્ર વહિવટી કામગીરી ચાલી રહી છે. શાળા બંધ હોવાથી ફેરફાર અને રિનોવેશન તથા ફાયર સેફ્ટી ઉભી કરવા અંગેનો પૂરતો સમય મળ્યો હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી રહ્યાનું ફાયરબ્રિગેડના ધ્યાનમાં આવ્યું છે. કોરોના વેક્સિન આવી જતા હવે શાળાઓ ખુલે તેવી શક્યતા છે ત્યારે નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતી શાળાઓને સીલ મારવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી છે.

સીલ મરાયેલી શાળાઓના નામ…

સ્વામીનારાયણ પરમસુખ વિદ્યા સ્કુલ સિમાડા ગામ ,વરાછા

સાધના નિકેતન સ્કૂલ કારગીલચોક ,વરાછા

સ્કોલર ઇંગલિશ સ્કૂલ ,પાંડેસરા

અંકુર વિદ્યાલય કતારગામ

યોગી વિદ્યાલય કતારગામ

ગુરુકૃપા પ્લે ગ્રુપ અને નર્સરી સ્કુલ સગરામપુરા

પિંકલ પ્લે ગ્રુપ, સગરામપુરા

શ્રી ગોરધનદાસ સોનાવાલા મણિબા વિદ્યાલય ગોપીપુરા

શ્રી સુર ચંદ પંચનંદ ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલ ,ગોપીપુરા

શ્રી કેશ જોશ ડાયમંડ જયુંબલી પ્રાઇમરિ સ્કૂલ,શાહપોર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here