Tuesday, September 21, 2021
Homeસુરત : રાજ્યમાં 3 હજાર કરોડના 10 હજાર કેસ
Array

સુરત : રાજ્યમાં 3 હજાર કરોડના 10 હજાર કેસ

વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં અરજી કરવાને હવે માંડ 15 દિવસ બાકી રહ્યા છે ત્યારે કરદાતાઓને આ સ્કીમનો લાભ લેવા અપીલ કરવા આવેલાં રાજ્યના પ્રિન્સિપાલ ચીફ સીઆઇટી અમિત જૈને જણાવ્યું હતું કે રાજ્યમાં ડિસ્પ્યુટેડ કેસની સંખ્યા 51 હજાર છે, જેનો વિવાદી ટેક્સ 3 હજાર કરોડ છે, જેમાંથી 20 ટકા કેસ સ્કીમ હેઠળ આવ્યા છે. જ્યારે સુરતમાં વિવાદી ટેક્સનો ફિગર 21 હજાર કરોડ છે જે પૈકી 450 કરોડના કેસ આ સ્કીમ હેઠળ આવી ચૂક્યા છે. અરજીની દ્દષ્ટિએ રાજ્યમાં સુરત સૌથી આગળ છે. જ્યારે અમદાવાદ બીજા ક્રમે છે. જોકે, ટેક્સની રીતે અમદાવાદ આગળ છે. રાજ્યના ચીફ કમિશનરે આશા હતી કે બાકીના 70 ટકાથી વધારાના કેસ 15 દિવસમાં આવી જશે. સુરત વિશે તેમણે જણાવ્યું કે હીરા બુર્સ આવ્યા બાદ સુરત મુંબઇ જેવી સિટીને પણ ઓવરટેક કરી લેશે. ક્લિન સિટીમાં પણ સુરત ઇન્દોરને પછાડીને નંબર વન બનશે. ચેમ્બર દ્વારા આયોજિત મંચથી તેઓએ એક વાત ક્લિયર કરી દીધી હતી કે હવે વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં અરજી કરવાની તારીખ લંબાવવાની નથી. ઉપરાંત નોંટબંધીના કેસનો લાભ પણ મળવાનો નથી.

સમગ્ર રાજ્યમાં 51 હજાર વિવાદિત કેસ

રાજ્યમાં કુલ 51600 હજાર કેસ લિટિગેશન હેઠળ છે, અપીલમાં 42 હજાર, CIATમાં 7 હજાર, હાઇ-સુપ્રીમ કોર્ટમાં 600 કેસ છે. તેની ડિસ્પ્યુટેડ રકમ 78 હજાર કરોડ છે. રાજ્યમાં નવી 10 હજાર અરજીમાં અમદાવાદમાંથી 2800, સુરતથી 2900,રાજકોટથી 1204, વડોદરાથી 1680. અમદાવાદથી 670 કરોડ, સુરતથી 450 કરોડ,રાજકોટથી 456 કરોડ,વડોદરાથી 1072 કરોડ.

મુંબઇને કેવી રીતે સુરત સિટી ઓવરટેક કરી શકે

અધિકારીના જણાવ્યા મુજબ, હીરાબુર્સ આવ્યા બાદ સુરતની કાયાપલટ થશે. હીરાબુર્સથી સુરત આઇટીને જ ડાયરેક્ટ ટેક્સ રૂપે ત્રણ હજાર કરોડનો ટેક્સ મળનાર છે. ઉપરાંત ઇન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન તેના 70 ટકા છે. હીરા બુર્સમાં 4200 દુકાનો છે. હીરાનું ટર્નઓવર 1.48 લાખ કરોડથી ત્રણ લાખ કરોડ થશે. તેઓેએ બુલેટ ટ્રેનનો ઉલ્લેખ કર્યો હતો. તેનાથી પરિવહન ઝડપી બનશે. મુંબઇની સરખામણીમાં સુરત અને અમદાવાદની કોસ્ટ ઓછી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments