મેઘ કહેર : સુરતમાં તાપીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં વેડ-કાદરશાની નાળમાં પાણી ઘુસ્યા, લોકોનું સ્થળાંતર કરાયું

0
15

સુરતઃશહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. રાત્રિથી ત્રણેક ઈંચ જેવો વરસાદ ધીમી ધારે વરસ્યો છે. જો કે ઉકાઈમાંથી પાણી પોણા બે લાખ ક્યૂસેક કરતાં વધુ છોડવામાં આવી રહ્યું છે. તાપીના પાણી શહેરમાં ન ઘુસે તે માટે સલામતિના ભાગ રૂપે ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યાં છે. ફ્લડ ગેટ બંધ કરાતા વેડ અને કાદરશાની નાળમાં પાણી ઘુસી ગયાં છે. અડાજણના નીચાણવાળા તાપી કાંઠેથી લોકોના ઘર ખાલી કરાવીને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવી રહ્યાં છે.

વેડમાં હોડીઓ ચાલી

પંડોળ-વેડમાં નીચાણવાળા વિસ્તારોમાં ગટરીયા પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ફ્લડ ગેટ બંધ કરી દેવાના કારણે ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યાં છે. જેથી આસપાસમાં દુર્ગંધ ફેલાઈ છે. રસ્તા પર પાણીની સાથે નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. જેથી પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે હોડીઓ ચલાવીને ઘરમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

અડાજણમાં સ્થળાંતર કરાયું

અડાજણ વિસ્તારમાં આવેલા બદ્રી નારાયણ મંદિર તથા કુરૂક્ષેત્ર સ્મશાન ભૂમિ પાલમાં પણ પાણી ઘુસી ગયા છે. અડાજણમાં નીચાણવાળા તાપી કાંઠાના લોકોના ઘરો ખાલી કરાવીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત રાખીને લોકોને પોતાના કિંમતી સામાન સાથે અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.

પાલિકા કમિશનરે મિટીંગ કરી

પાલિકા કમિશનરે ગતરોજ જ તમામ અધિકારી-કર્મચારીઓની રજા રદ કરી હતી. આજે તમામ લાગતા વળગતાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ગટરીયા પૂરની સ્થિતીમાં કામગીરી કરવા અંગે ચર્ચા કરી હતી. જો કે, હાલ કોઈ ખતરો ન હોવાનું કમિશનરે જણાવતાં કહ્યું હતું કે, અફવાઓથી નાગરિકોએ દૂર રહેવું. સાથે જ પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા પણ જણાવાયું છે કે કારણ કે, તાપીમાં પાણીની પ્રોસેસમાં લીલ અને જળકુંભી આવી જતા પાણીનું ઉત્પાદન ઓછું હોવાથી શહેરીજનોને ખપ પૂરતો ઉપયોગ કરવા પણ કહેવાયું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here