સુરત : વેસુમાં એસી સર્વિસનું કામ કરતાં યુવકને કરંટ લાગતાં મોત થયું

0
38

સુરતઃવેસુ વીઆઈપી રોડ પર આવેલી મંગલમ હાઈટસમાં કરંટ લાગતા એસી સર્વિસ મેનનું મોત નીપજ્યું હતું. મંગલમ હાઈટના ચોથા માળે એસી રિપેર કરીને યુવક નીચે ઉતર્યો હતો. બાદમાં લોખંડની એંગલને અડકતાં કરંટ લાગતાં તેને 108 મારફતે સિવિલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

સાથી કર્મચારીએ ઘટના નજરે જોઈ

ઉન પાટીયા ઓસામા નગરનો રહેવાસી ઈરફાન અબ્દુલ મજીદ શેખ (ઉ.વ.આ.20) તેના સાથી કર્મચારી સોએબ શરીફ શેખ સાથે વીઆઈપી રોડ વેસુ ખાતે આવેલી મંગલમ હાઈટસના ચોથા માળ એસી સર્વિસ કરવા આવ્યાં હતાં. બાદમાં ઈરફાન એસી સર્વિસ કરીને નીચે ઉતરી લોખંડની એંગલને અડકતા કરંટ લાગ્યો હોવાથી 108માં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.ઈરફાનને સાત ભાઈ બહેનો છે. ઈરફાન ગોપીપુરામાં આવેલી શિવશક્તિ કૃપા સર્વિસ સેન્ટરનો કર્મચારી હતી. દુર્ઘટનાની જાણ થતાં દુકાન માલિક મિથુન ખોલે પણ સિવિલ દોડી આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here