ડિમોલિશન : સુરતના ભાગળમાં વિસ્તારમાં ક્ષતિગ્રસ્ત ઇમારતને કરાઈ જમીનદોસ્ત

0
42

રાજ્યમાં અનેક ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ બની ચૂકી છે. જેમાં અનેક લોકોના ભોગ પણ લેવાયા છે. ત્યારે સુરતમાં એક 100 વર્ષ જૂની ઇમારતમાં તિરાડ પડવાની ઘટના સામે આવી છે. ઇમારત નમી જતા રાજમાર્ગ રોડ પર અવરજવર બંધ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હવે આ ક્ષતિગ્રસ્ત ઇમારતને ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સુરતના ભાગળ વિસ્તારમાં 20થી વધુ વર્ષ જૂની ઈમારત ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. મુખ્ય રોડ પર ઈમારતમાં તિરાડો પડતા જોખમ ઉભું થયું છે. ફાયર વિભાગ, પોલીસ ઘટનાસ્થળે પહોચી છે. ઈમારત નજીકથી તમામ લોકોને દૂર હટાવવામાં આવ્યાં છે.

સુરત તંત્રએ બિલ્ડિંગનો વીજ પુરવઠો બંધ કરી દિધો છે. બિલ્ડિંગનો બીજો અને ત્રીજો માળ તોડી પાડવામાં આવશે. આ કોમર્શિયલ-રેસિડેન્સીયલ વિભાગની વચ્ચે તિરાડ પડી છે. ઈમારતમાં રેડિમેડ ગારમેન્ટનો શો રૂમ આવેલો છે. ઈમારતમાં હાલ 2 પરિવારો રહે છે. 

સુરતના રાજમાર્ગ પર આ બિલ્ડીંગ આવેલી છે. અગાઉ પણ તંત્રએ નોટિસ પાઠવી હતી. તિરાડ દેખાતા તંત્રએ મકાન ધારકોને નોટિસ પાઠવી હતી. રાજમાર્ગ રોડ જનતા માટે બંદ કરવામાં આવ્યો છે. ક્ષતિગ્રસ્ત ઇમારતને ધરાશાયી કરવામાં આવશે. થોડીવાર બાદ ઇમારત ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલ કિંમતી સમાન ખાલી કરવાની મહેતલ આપવામાં આવી છે.

ક્ષતિગ્રસ્ત ઇમારતને કરાઈ જમીનદોસ્ત

સુરતમાં ક્ષતિગ્રસ્ત ઇમારતના મામલે ક્ષતિગ્રસ્ત ઇમારતને જમીનદોસ્ત કરવામાં આવી છે. ફોકલેન્ડ મશીનની મદદથી જમીનદોસ્ત કરવામાં આવી છે. ભાગળ વિસ્તારમાં ઈમારત ક્ષતિગ્રસ્ત થઈ હતી. કોમર્શિયલ-રેસિડેન્સીયલ વિભાગની વચ્ચે તિરાડ પડી હતી.

ઈમારતમાં રેડિમેડ ગારમેન્ટનો શો રૂમ પણ હતો. સુરતના રાજમાર્ગ પરની ઈમારત જમીનદોસ્ત કરવામાં આવી છે. 20થી વધુ વર્ષ જૂની ઈમારત હતી. તિરાડ દેખાતા તંત્રએ મકાન ધારકોને નોટિસ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here