સુરત : રાજમાર્ગના બે મકાનમાં અચાનક તિરાડ પડી, જેસીબીથી સહેજ ધક્કો મારતાં આખું મકાન ધરાશાયી

0
67

સુરત: રાજમાર્ગ પર ટાવર નજીક ઘાંચીશેરીની બે મિલકતો વચ્ચે તિરાડ પડવાની બપોરે ઘટના બનતા ફાયર બ્રિગેડ અને સેન્ટ્રલ ઝોનના ઈજનેરોની ટીમ દોડતી થઈ ગઈ હતી. બે મિલકતમાં નુકસાન કઈ મિલકતમાં વધુ છે તે અંગે બે કલાક તપાસ કરાયા બાદ મુખ્ય રોડ પરની બે માળ વત્તા કેબિનવાળી મિલકતને ઉતારી પાડવા નિર્ણય લેવાયો હતો. રાત્રે આ મિલકતને ઉતારી પાડવાની કામગીરી શરૂ કરાઇ હતી. જોકે બપોરે ઘટના સમયે ટાવરથી પારસી શેરીવાળો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. 
ફાયર-પાલિકાની કાર્યવાહી
ટાવર રોડના ઘાંચી શેરી મારુતી ફર્નીચર દુકાનના માલિક દિપક મોહનલાલની બે માળની મિલકત અને તેની આગળની મેઈન રોડ પરની દિનેશભાઈ માખીજાની મિલકત વચ્ચે તિરાડ પડવાની જાણ ઘાંચી શેરી ફાયર સ્ટેશને કરાઇ હતી. ત્યાંથી કંટ્રોલને જાણ કરાતાં ફાયર ઓફિસર રાજેન્દ્ર રાજપૂત સ્ટાફ સાથે પહોંચી જઈ બંને મકાનો ખાલી કરાવ્યાં હતાં. રાત્રે 9:30 કલાકે જેસીબી મશીનથી મકાનને સહેજ ધક્કો મારતાં જ આખું મકાન ધરાશાયી થઈ ગયું હતું.

બંને મકાનો ખાલી કરાવ્યાં

રાજમાર્ગ પર ઘાંચીશેરીની બે મિલકતો વચ્ચે તિરાડ પડવાની ઘટના બનતા ફાયર બ્રિગેડ અને સેન્ટ્રલ ઝોનના ઈજનેરોની ટીમ દોડતી થઈ ગઈ હતી. જેથી બપોરે ઘટના સમયે ટાવરથી પારસી શેરીવાળો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. ઘાંચી શેરી, ઘર નંબર-3-189-90માં મારુતી ફર્નિચરવાળા દિપક મોહનલાલની બે માળની મિલકત અને તેની આગળની મેઈન રોડ પર દિનેશ માખીજાની મિલકત વચ્ચે તિરાડ પડવાની જાણ ઘાંચી શેરી ફાયર સ્ટેશને કરાઇ હતી. ત્યાંથી કંટ્રોલને જાણ કરાતાં ફાયર ઓફિસર રાજેન્દ્ર રાજપૂત સ્ટાફ સાથે પહોંચી જઈ બંને મકાનો ખાલી કરાવ્યાં હતાં. સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ તપાસ કરતાં દિનેશ માખીજાની મિલકત જોખમી જણાતા પાલિકાએ રાત્રે 9:30 કલાકે ઉતારી પાડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here