સુરત : જુગાર રમી રહેલી 13 મહિલાને રોકડા રૂ.96 હજાર સાથે પકડી પાડી

0
4

મોટા વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં ચાલતી મહિલા જુગાર ક્લબ પર પોલીસે છાપો મારી જુગાર રમી રહેલી 13 મહિલાને રોકડા રૂ.96 હજાર સાથે પકડી પાડી છે.શહેર પોલીસની પીસીબીને બાતમી મળી કે, મોટા વરાછા સુદામા ચોક પાસે સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં રહેતી સ્નેહલબેન ઉર્ફે મનીષા રવિ કાપડિયાના ફ્લેટમાં જુગારધામ ચાલેે છે.

જેથી પોલીસે રેડ પાડી સ્નેહલ તેમજ જુગાર રમી રહેલી હર્ષા નટુ ઠક્કર (રહે, સરગમ એપાર્ટમેન્ટ ઍ.કે.રોડ વરાછા), શારદા ઉર્ફે રશીલા ભીમજી રાઠોડ (રહે, નેતલદે સોસાયટી પુણા), બીના રાજેશ દઢાણીયા (રહે, વર્ષા સોસાયટી, વરાછા), જ્યોત્સના અરવિંદ મોણપરા (રહે, સાંકેત સોસાયટી, વરાછા), કાજલ દેવરાજ સિરોયા (રહે, જનતાનગર સોસાયટી લંબે હનુમાન રોડ), રમીલા ઘનશ્યામ વાઘેલા (રહે, ધુવ્રતારક સોસાયટી, વેડરોડ), ભાવના દિનેશ ચોવડીયા (રહે, યમુના પેલેસ, મોટા વરાછા), મનીષા અલ્પેશ સોસલીયા (રહે, સનવેલી, વરાછા), રમા ભુપેન્દ્ર પટેલ (રહે, રિધ્ધી સિધ્ધી ટાઉનશીપ ડુંભાલ), મનીષા સુભાષ સુતરિયા (રહે, ભવાની નગર સોસાયટી, કામરેજ), રશ્મીકા જીતેન્દ્ર પટેલ (રહે, લક્ષ્મી બા સોસાયટી, કામરેજ), ફુલુ ડુંગર મકવાણા (રહે, ધ્રુવતારક સોસાયટી કતારગામ)ને પકડી રોકડા રૂ. 60,660 અને મોબાઈલ મળી કુલ રૂ.97,160ની મત્તા કબજે લીધી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here