સુરત: 14 વર્ષની સગીરાને 22 વર્ષીય વિધર્મીએ ભગાડી, સગીરાના પિતાએ કરી પોલીસમાં ફરિયાદ

0
7

ભટારમાં હિંદુ સગીરાને વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે. ભટારમાં રહેતા 22 વર્ષીય રહીમ સલીમ શેખ 14 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરા ધો-8માં ભણે છે અને વિધર્મી યુવક તેના ઘર પાસેથી અવર જવર કરતો હતો તે વખતે સગીરાને આરોપીએ ફસાવી હતી. સગીરાને વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી હતી. 10મી તારીખે સવારે સગીરાને વિધર્મી યુવકે ઘરેથી ભગાડી લકઝરી બસમાં બેસાડીને મહારાષ્ટ્રના જલગાંવ ખાતે તેના સંબંધીને ત્યાં લઈ ગયો હતો.

પોલીસે યુવકની ધરપકડ કરી કાર્યવાહી કરી
સગીરાના પિતાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપતા વિધર્મી યુવકના પરિવારજનો પર રેલો આવ્યો હતો. જેના કારણે યુવકે રાત્રે પાછો મહારાષ્ટ્રથી બસમાં બેસી સુરત આવી ગયો હતો. આ ઉપરાંત આરોપી હિંદુ સગીરાને અન્ય કયા કયા સ્થળે લઈ ગયો તેની પણ તપાસ કરાશે. ખટોદરા પોલીસે સગીરાનો કબજો લઈ વિધર્મી યુવકની સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. વધુમાં પોલીસે બન્ને જણાનું મેડિકલ પરીક્ષણ પણ કરાવ્યું છે. સગીરા સાથે દુષ્કર્મ કર્યું છે કે કેમ તે અંગે રિપોર્ટ આવ્યા પછી ગંભીર કલમો ઉમેરો કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here