Monday, October 25, 2021
Homeસુરત : નેશનલ હાઈ વે 48 પર બાઈક અને બસ વચ્ચે અકસ્માત,...
Array

સુરત : નેશનલ હાઈ વે 48 પર બાઈક અને બસ વચ્ચે અકસ્માત, અંતિમવિધિમાં જતા કાકા-ભત્રીજાનું મોત

સુરતઃ પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે નજીક મુબઇ-અમદાવાદ નેશનલ હાઇ વે 48 પર લક્ઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર કાકા ભત્રીજાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંતિમવિધિમાં જવા નીકળ્યા અને મોતને ભેટ્યા

મળતી માહિતી પ્રમાણે પલસાણા તાલુકાનાં ચલથાણ ગામમાં આવેલા યોગેશ્વર નગરમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની પ્રદીપભાઇ નરસિંગ રાય (ઉ.વ.39) અને ભત્રીજો અંકુ મહાકિમ રાય (ઉ.વ.22) બાઈક લઈને આજે(મંગળવાર) ચલથાણથી જોળવા ખાતે સંબંધીની અંતિમવિધિમાં જવા માટે નીકળ્યા હતા. દરમિયાન નેશનલ હાઇવે નંબર48 પર ચલથાણ ગામની નજીક જ એક લક્ઝરી બસ(GJ-14-T-0932) ના ચાલકે પૂરપાટ ઝડપે બાઈકને અડફેટે લીધી હતી.

માથાના ભાગે ગંભીર ઈજાથી મોત

અકસ્માતમાં બાઈક લક્ઝરીના આગળના વ્હીલમાં ફસાઈ ગયું હતું. અને આ અકસ્માતમાં પ્રદીપ અને અંકુને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments