સુરત : પોઝિટિવ કેસનો 141505 , મૃત્યુઆંક 2079 અને કુલ 136560 દર્દી રિકવર

0
1

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 141505 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2079 થયો છે. ગત રોજ શહેરમાંથી 184 અને જિલ્લામાંથી 173 મળી 357 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 136560 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

3 મહિના બાદ શહેરમાં પોઝિટિવ કેસ સંખ્યાની સંખ્યા 80

શહેરમાં ૩ મહિના બાદ પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને 80 પર પહોંચી ગઈ છે. ગત 2 માર્ચના રોજ શહેરમાં 81 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગત રોજ શહેરમાં 80 અને જિલ્લામાં 57 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 137 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 141505 થઈ ગઈ છે.

એક્ટિવ કેસમાં સતત ઘટાડો

શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કેસમાં સતત ઘટાડા સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2866 થઈ ગઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here