Tuesday, April 16, 2024
Homeસુરત : અડાજણમાં બીઆરટીએસની અડફેટે આવી જતા આધેડને પહોંચી ગંભીર ઈજા
Array

સુરત : અડાજણમાં બીઆરટીએસની અડફેટે આવી જતા આધેડને પહોંચી ગંભીર ઈજા

- Advertisement -

સુરતઃઅડાજણ વિસ્તારમાં આવેલી સ્ટાર બજાર પાસે બીઆરટીએસ રૂટમાંથી રસ્તો ક્રોસ કરી રહેલા આધેડનું અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. 50 વર્ષિય ગુણવંત રાઠોડ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન એક્સિડન્ટ સર્જાયો હતો. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સપ્તાહમાં બીઆરટીએસમાં બીજો એક્સિડન્ટ

ઉધના વિસ્તારમાં આધેડનું એક્સિડન્ટમાં મોત થયાના થોડા દિવસોમાં જ અડાજણમાં 50 વર્ષિય ગુણવંતભાઈ બીઆરટીએસ ક્રોસ કરતા અડફેટે ચડ્યાં હતાં. ગુણવંતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા રસ્તો લોહીલુહાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. બીજી તરફ પોલીસે એક્સિડન્ટને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular