સુરત : ફેસબુક પર મિત્રતા કેળવી બીમારીના નામે 16 લાખનો ચુનો લાગવાનાર પાટણનું ઠગ દંપતી ઝડપાયુ

0
0

સુરત. સોશિયલ મીડિયા ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી ફ્રેન્ડશીપ કરી વાતો કરી માતા બીમાર હોવાના અલગ અલગ બહાનાઓ બતાવી રૂપિયાની મદદ માંગતા પાટણના દંપતીને પોલીસે ઝડપી લીધુ છે. ઠગ દંપતી વિશ્વાસમાં લઈને રૂપિયા 16 લાખ 44 હજાર પડાવી લીધા હતાં. જેથી ફરિયાદના આધારે કાર્યવાહી કરતાં સાયબર ક્રાઈમે ઠગ દંપતીને ઝડપી લીધા છે.

પોલીસે આરોપીને ઝડપી લીધા
ફરિયાદીએ ઓક્ટોબર 2019ના ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં આરોપી નરેશ બાબુ પટેલ (ઉ.વ.આ.40) અને તેમની પત્ની હંસાબેન નરેશ પટેલ (રહે પદ્મનાભ ચોકડી પાટણ)ને ઝડપી લીધા હતાં. બાદમાં આરોપીઓએ નકલી ફેસબુક એકાઉન્ટ આઈડીથી ફરિયાદી પાસેથી રૂપિયા ઉસેટ્યા હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે કોવિડ-19નો રિપોર્ટ કરાવી નેગેટિવ આવતા વધુ તપાસ હાથ ધરી છે.

ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું
પાટણના ઠગ દંપતીએ ફેસબુક પર નેહા પટેલ નામનું ફેક એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટમાંથી ફરિયાદીને ફેસબુક પર રિક્વેસ્ટ મોકલવી હતી. ફરિયાદી તે રિક્વેસ્ટ સ્વિકાર્યા બાદ વિશ્વાસમાં લઈને માતા બીમાર હોવાથી પૈસાની જરૂરીયાત હોવાથી ફોન નંબર આપીને વાતચીત શરૂ કરી હતી. બાદમાં અલગ અલગ બહાનાઓ હેઠળ ફરિયાદીને વિશ્વાસમાં લઈને બેંક ઓફ બરોડાના એકાઉન્ટ નંબર 14 લાખ 49 હજાર અને કોટલ મહિન્દ્રા બેંકના એકાઉન્ટમાં 1,95 હજાર મળી કુલ 16 લાખ 44 હજાર નેટ બેંકીગથી ટ્રાન્સફર કરાવ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here