Friday, September 17, 2021
Homeસુરત : જિલ્લાની 18 પ્રાથમિક શાળાઓને બનાવાશે મોડલ સ્કૂલ
Array

સુરત : જિલ્લાની 18 પ્રાથમિક શાળાઓને બનાવાશે મોડલ સ્કૂલ

સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે દિલ્હી મોડલની ભારે પ્રશંસા ચાલી રહી છે. દિલ્હીમાં સરકારી શાળાઓ ખાનગી સ્કૂલોને કરતા પણ વધુ સારી બનાવવામાં આવી છે. દિલ્હીના મોડલને અનુસરવામાં વિજય રૂપાણી સરકારને ફરજ પડી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. તેને ધ્યાનમાં આમ આદમી પાર્ટીના પ્રચાર-પ્રસાર સામે રૂપાણી સરકાર પણ હવે પોતાનો ગ્રાફ ઊંચો લાવવા માટે મથી રહી છે. સુરત જિલ્લાની 18 પ્રાથમિક શાળાઓને મોડલ સ્કૂલ બનાવવા પસંદગી કરવામાં આવી છે.

પ્રેઝેન્ટેશન કામરેજના વાવ ખાતે વસિષ્ઠ સ્કૂલમાં યોજાયું

શાળાઓને મોડેલ સ્કૂલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ અંગેનું પ્રેઝેન્ટેશન આજરોજ કામરેજના વાવ ખાતે વસિષ્ઠ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં મિશન જ્ઞાનશક્તિ યોજના પણ અમલી બનાવવામાં આવી છે. ગામડાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ તો સૌ કોઇને મળી રહે છે પરંતુ આધુનિક શિક્ષણ આપવા માટેનો પ્રયાસ શરૂ કરાયો છે. સુરત જિલ્લાના 9 તાલુકાઓ પૈકી પ્રત્યેક તાલુકામાં 2 સ્કૂલો મોડલ સ્કૂલ બનાવવા માટે પસંદ કરવામાં આવી છે અને એક પસંદગી પામેલી પ્રાથમિક શાળામાં દરેક રૂમોને સ્માર્ટ ક્લાસ બનાવાશે.

જિલ્લા પ્રાઇમરી શિક્ષણાધિકારીઓ તેમજ અન્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા.
જિલ્લા પ્રાઇમરી શિક્ષણાધિકારીઓ તેમજ અન્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા.

સ્કૂલોમાં ભૌતિક સવલતો ઊભી કરવામાં આવશે

શાળામાં રમત ગમતનું આધુનિક મેદાન, સાધનો, કોમ્પ્યુટર, લેબ, દિવાલ પર ભીંતચિત્રો. સંગીતના સાધનો, પુસ્તકાલય, હરિયાળુ વાતાવરણ ઊભું કરવામાં આવશે. જેવી રીતે ખાનગી સ્કૂલોમાં ભૌતિક સવલતો વાલીઓની આંખોને આંજી નાખતી હોય છે તેવી ભૌતિક સગવડો આ શાળાઓમાં ઊભી કરવામાં આવશે. મોડેલ સ્કૂલ તરીકે પસંદગી પામેલી શાળાઓ ખાનગી શાળાઓને સક્ષમ બનાવવા માટે ગુજરાત સરકાર ઉપરાંત વર્લ્ડ બેંક તરફથી પણ સહાય મળતી હોવાનું જાણવા મળે છે.

મોડલ સ્કૂલ બનાવવા શિક્ષણ તંત્ર દ્વારા કામગીરી કરાશે

રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂરા થઇ રહ્યા છે. સૌનો સાથ અને સૌનો વિકાસ પહેલી ઓગસ્ટે રવિવારે જ્ઞાનશક્તિ દિવસે શિક્ષણને લગતા કાર્યક્રમો યોજવામાં આવશે અને આ દિવસે પસંદગી પામેલી જિલ્લાની શાળાઓ લોન્ચિંગ કરવામાં આવશે. બાદ આ શાળાઓને મોડલ સ્કૂલ બનાવવા શિક્ષણ તંત્ર દ્વારા કામગીરી હાથ ઉપર લેવામાં આવશે. જિલ્લા પ્રાઇમરી શિક્ષણાધિકારીઓ તેમજ અન્ય શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રેઝન્ટેશનમાં નાનામાં નાની તમામ બાબતોનો ઉલ્લેખ કરીને મોડેલ સ્કૂલ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

મોડેલ સ્કૂલ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી.
મોડેલ સ્કૂલ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી.

પ્રાથમિક શાળાઓની ચોક્કસ કાયાપલટ થશે

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપક દરજીના જણાવ્યા મુજબ મોડલ સ્કૂલનાં કોન્સેપ્ટના અમલીકરણ બાદ સુરત જિલ્લાની પ્રાથમિક શાળાઓની આગામી સમયમાં ચોક્કસ કાયાપલટ થઇ જશે. વાલીઓ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં ભણાવવાનું ભૂલી જશે અને સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે આતુર થઈ જશે.

મોડલ સ્કૂલની યાદી

બારડોલી તાલુકો
બારડોલી કન્યા પ્રાઈમરી સ્કૂલ બારડોલી
ઉમરાખ બાબેન પ્રાઈમરી સ્કૂલ
ચૌર્યાસી તાલુકો
સચીન પારડી કણદે સ્કૂલ
ભાઠા કવાસ પ્રાઈમરી સ્કૂલ
કામરેજ તાલુકો
નવી પારડી નવી પારડી પ્રાઈમરી સ્કૂલ
વાવ વાવ પ્રાઈમરી સ્કૂલ
મહુવા તાલુકો
ગુણસવેલ ગુણસવેલ પ્રાઈમરી સ્કૂલ
કરચેલીયા વરધા રાષ્ટ્રીય પ્રાઈમરી સ્કૂલ
માંડવી તાલુકો
અરેઠ અરેઠ પ્રાઈમરી સ્કૂલ
પીપલવાડા ડભાડીયા પ્રાઈમરી સ્કૂલ
માંગરોળ તાલુકો
પાતલદેવી પાતલદેવી પ્રાઈમરી સ્કૂલ
પીપોદરા નવી સીયાલજ પ્રાઈમરી સ્કૂલ
ઓલપાડ તાલુકા
કુદીયાણા કુદીયાણા પ્રાઈમરી સ્કૂલ
ઓલપાડ અસનાબાદ પ્રાઈમરી સ્કૂલ
પલસાણા તાલુકો
ચલથાણ બલેશ્વર પ્રાઈમરી સ્કૂલ
બગુમરા જાલવા પ્રાઈમરી સ્કૂલ
ઉમરપાડા તાલુકો
કેવડી કેવડી પ્રાઈમરી સ્કૂલ
વાડી વાડી પ્રાઈમરી સ્કૂલ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments