Friday, April 26, 2024
Homeસુરત : અમરોલીમાં કારમાંથી 180 લિટર દેશી દારૂ ઝડપાયો; પોલીસે કુલ 89...
Array

સુરત : અમરોલીમાં કારમાંથી 180 લિટર દેશી દારૂ ઝડપાયો; પોલીસે કુલ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -

શહેરમાં નશાના કારોબાર સામે પોલીસ લાલ આંખ કરી રહી છે. અમરોલી વિસ્તારમાં કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે કાર અને દેશી દારુ મળી કુલ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આરોપીઓએ પોલીસથી બચવા માટે કારમાં પ્લાસ્ટિકની ગુણમાં દેશી દારૂનો જથ્થો રાખ્યો હતો. જેને ચેક કરતાં પોલીસને 180 લિટર જેટલો દારૂ મળી આવે છે. જેથી પોલીસે આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તથા દારૂ ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હોય છે તે સહિતની તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે દારૂ ઝડપાયો

અમરોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે કેટલાક ઈસમો કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસેથી કારને રોકી તેમાં તપાસ કરતા 36 હજારની કિમતનો 180 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

બે આરોપીઓને ઝડપી લેવાયા

પોલીસે કાર ચાલક ગોલવાડ ખાતે રહેતા સંજયભાઈ જગદીશભાઈ રાણા અને અસ્ફાક યાસીનભાઈ પઠાણની ધરપકડ કરી હતી. આરોપીઓએ ગાડીમાં પ્લાસ્ટીકની ગુણમાં દેશી દારુનો જત્થો સંતાડ્યો હતો. પોલીસે કાર, દેશી દારૂ, મોબાઈલ ફોન મળી કુલ 89 હજારની મત્તા કબજે કરી છે. અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular