Saturday, September 25, 2021
Homeસુરત : CAની 20 વર્ષીય વિદ્યાર્થિની બે દિવસથી ગુમ, છોકરા સાથે મોપેડ...
Array

સુરત : CAની 20 વર્ષીય વિદ્યાર્થિની બે દિવસથી ગુમ, છોકરા સાથે મોપેડ પર જતી CCTVમાં કેદ

વિદ્યાર્થિની મોપેડ પર કોઈ છોકરા સાથે જતી હોવાનું સીસીટીવીમાં કેદ થયું. - Divya Bhaskar

સુરત શહેરના વરાછા વિસ્તારની સોસાયટીની એક સીએની વિદ્યાર્થિની ઘરેથી બૂક લેવા નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીના રત્નકલાકાર પિતાને ફોન કરી જો તમારી દીકરી હેમખેમ પરત જોઈતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી માગવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા વિદ્યાર્થિની છોકરા સાથે મોપેડ પર જતી સીસીટીવીમાં કેદ થઈ હતી. વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું હતું કે, ખંડણી માગતા અપહરણ થયું હોવાની શક્યતા છે જ્યારે દીકરીની તસવીરો જોયા બાદ કોઈ છોકરા સાથે હોવાનું લાગી રહ્યું છે

ફોન પર દીકરી જોઈતી હોય તો રૂપિયા 10 લાખ આપી જાઓ કહ્યું

પોલીસના જણાવ્યા પ્રમાણે, હીરા ઘસવાની મજૂરી કામ કરતા કિરિટભાઈ (નામ બદલ્યું છે)ની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલા ક્લાસીસમાં સીએનો અભ્યાસ કરી રહી છે. દીકરી ગત બુધવારે સાંજે ઘરેથી સીએની બૂક લેવા જવાના બહાને નિકળ્યા બાદ ગુમ છે. બીજી બાજુ પરિવારજનોની શોધખોળ વચ્ચે એક અજાણ્યા ઈસમનો ફોન પર દીકરી જોઈતી હોય તો રૂપિયા 10 લાખ આપી જાઓ તેવું કહેવાતા પરિવાર આશ્ચર્યમાં પડી ગયો હતો. દીકરીની મુક્તિ માટે 10 લાખની ખંડણી માગનાર ઇસમનો લગભગ 3 વાર અલગ અલગ નંબરથી ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે. દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો ફોન આવતા પરિવારના પગ તળીયેથી જમીન સરકી ગઈ હતી.

વિદ્યાર્થિની અને તેના પ્રેમીની ફાઈલ તસવીર.
વિદ્યાર્થિની અને તેના પ્રેમીની ફાઈલ તસવીર.

વિદ્યાર્થિનીએ ઘરેથી નીકળી તે પહેલાં ફોન ફોર્મેટ માર્યો

પોલીસના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થિની બુક લેવા ગઈ ત્યારે તેનો ફોન ઘરે જ મુકી ગઈ હતી. તેથી તેના પિતાએ ફોન ચેક કરતા ફોન ફોર્મેટ મારેલો હતો. તેના ફોનમાં કોઈ રેકોર્ડ મળ્યા ન હતા. તેથી કોની સાથે સંપર્કમાં હતી છેલ્લે કોની સાથે વાત કરી હતી તે માહિતી પોલીસને મળી નથી. સવા છ વાગે ઘરેથી ગયાના માત્ર 54 મિનિટ પર અપહરણકર્તાનો ફોન આવ્યો હતો. આ બધી બાબતો શંકા ઉપજાવનારી છે.

વિદ્યાર્થિની મોપેડ પર કોઈ છોકરા સાથે જતી હોવાનું સીસીટીવીમાં કેદ થયું.
વિદ્યાર્થિની મોપેડ પર કોઈ છોકરા સાથે જતી હોવાનું સીસીટીવીમાં કેદ થયું.

અપહરણ-ખંડણીની ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી

પીઆઈ પીએ આર્યએ અપહરણ-ખંડણીની ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સીસીટીવી કેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે. આ ઉપરાંત યુવતીનો કાપોદ્રામાં રહેતા યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે પણ ઘરેથી ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને પકડાઈ નહીં જવાય તે માટે બંને જણા પોત પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મુકીને ગયા છે. નવા નંબરથી યુવતીના પિતાને ફોન કરી ખંડણીની માંગણી કરી ગેરમાર્ગે દોરવામાં આવ્યો હોવાની આશંકા લાગી રહી છે. પોલીસે હાલ ચારેય દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે વિદ્યાર્થિનીની સીસીટીવી આધારે તપાસ હાથ ધરી.
પોલીસે વિદ્યાર્થિનીની સીસીટીવી આધારે તપાસ હાથ ધરી.

યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની શક્યતા

વધુમાં સુત્રોએ જણાવ્યું હતું કે યુવતીના પ્રેમ પ્રકરણની વાત તેના પરિવારે પોલીસને છુપાવી હતી પરંતુ થોડા દિવસ પહેલા યુવકના પિતાએ મોબાઈલમાં ફોટા જોઈ લીધા હતા અને ગઈકાલે તે પણ ઘરેથી ગાયબ હોવાથી બંને જણા સાથે જ ભાગી ગયા હોવાની શક્યતા વધી જવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments