સુરત : ઈચ્છાપોર રોડ પર આવેલું બેંકનું ATM ગેસ કટરથી કાપી 14 લાખની ચોરી

0
28

સુરતઃ ઈચ્છાપોર રોડ પર આવેલી કોર્પોરેશન બેંકના એટીએમને ગેસ કટરથી કાપી 14 લાખની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અને વધુ તપાસ હાથ ધરી છે.
ગેસ કટરથી એટીએમ કાપી નાખ્યું
મળતી માહિતી પ્રમાણે, ઈચ્છાપોર રોડ પર કોર્પોરેશન બેંક આવેલી છે. અને બાજુમાં એટીએમ છે. આ એટીએમને મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને ગેસ કટરથી કાપી 14 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
સીસીટીવી સાથે છેડછાડ
પોલીસના જણાવ્યા પ્રમાણે, તસ્કરોએ એટીએમમાંથી ચોરી કરતા પહેલાં રેકી કરી હોવાનું અનુમાન છે. એટીએમના સીસીટીવીની તપાસ કરતા ગત રોજ બપોર આસપાસ આવેલા શંકાસ્પદ યુવક દ્વારા એટીએમના સીસીટીવી સાથે છેડછાડ કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રીના સમયે ચોરી કરવામાં આવી હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જોકે, રાત્રી દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here