સુરત : 3 મહિનામાં ડબલ રૂપિયા કરી આપવાનું કહી 25 લાખની ઠગાઈ કરાઈ

0
0

સુરતના ઠગબાજોએ ફિલ્મી સ્ટાઈલમાં ભરૂચના બિલ્ડર ને 3 મહિનામાં ડબલ કરી આપવાનું કહી 25 લાખ પડાવ્યા બાદ શટર પાડી ભાગી ગયા હતાં. જોકે, વરાછા પોલીસે ફરિયાદ મળ્યાના ગણતરીના દિવસોમાં આ ઠગબાજ ટોળકીના ચારને પકડી પાડી આગળ ની તપાસ હાથ ધરી છે. ભરૂચના બાબુભાઇ પાસે આ ઠગબાજ ટોળકીએ રિટલ એસ્ટેટમાં રોકાણ કરી ડબલ કરી આપવાનું કહી ઠગાઈ કરી હતી.

લાલચમાં આવી રોકાણ કર્યું
બાબુભાઇ કાલપ્પા ભંડેરી (બિલ્ડર) રહે. ભરૂચ (મૂળ કર્ણાટકનાઓએ જણાવ્યું હતું કે, એપ્રિલ 2021 માં હેર કટીંગની દુકાન પર બે અજાણ્યા ઈસમો સાથે પરિચય થયો હતી. અલગ અલગ સ્કીમમાં રૂપિયાનું રોકાણ કરી ડબલ થતા હોવાની વાત કરી હતી. એટલું જ નહીં પણ હેર કટીંગની દુકાન પર બેસેલા કેટલાક ગ્રાહકોએ પણ મારા ડબલ થયા હોવાની વાત કરતા લાલચમાં આવી ગયો હતો. હું તો એક-બે લાખનું જ રોકાણ કરવા માગતો હતો. પણ 25 લાખથી નીચે રોકાણ નહિ થાય એમ કહેતા મેં મિત્રો અને સગા સંબંધીઓ પાસેથી લઈ 25 લાખનું રોકાણ કર્યું હતું

આંગડિયા પેઢીમાં રૂપિયા જમા કરાવાયેલા
શરૂઆતમાં આ ઠગબાજ ટોળકી એ વડોદરામાં એક મીટીંગ કરી હતી. ત્યારબાદ રૂપિયા લઈ સુરત બોલાવ્યા હતા. હું સુરત રૂપિયા લઈ ને ગયો તો મુખ્ય વ્યક્તિ ન હોવાથી તમારે કાલે આવવું પડશે એમ કહેવામાં આવ્યું હતું. સાથે સાથે રૂપિયા જમા કરાવી દો ક્યાં આ આપણી પી.પ્રવીણ કુમાર એન્ડ કંપની આંગડિયા પેઢીમાં જમા કરાવી દો, સ્કીમ સારી ન લાગે તો ભરૂચ થી ઉપાડી લેજો, જોખમ લઈ ને ટ્રાવેલિંગ ન કરાઇ એમ કહેતા મેં એમને બતાવેલી આંગડિયા પેઢીમાં રૂપિયા જમા કરાવી રસીદ લીધી હતી.

આંગડિયા પેઢી પણ બોગસ નીકળી
બાબુભાઈએ કહ્યું કે, 2-3 દિવસ નીકળી ગયા પણ કોઈ જવાબ ન આવ્યો. એટલે હું ભરૂચ આંગડિયા પેઢીમાં ગયો તો આવી કોઈ પેઢી અહીંયા ન હોવાનું જાણવા મળ્યું હતું. હું સુરત આવ્યો તો આંગડિયા પેઢીનું શટર પડી ગયું હતું. આંગડિયા પેઢીના બોર્ડ પર એક મોબાઈલ નંબર લખેલો મેં ફોન કર્યો, તો એ ભાઈએ કહ્યું કે,આ ચિટર ટોળકી છે ને મારો નંબર આપી લોકોને છેતરી ભાગી જાય છે. હું શોકમાં આવી ગયો, તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી, પોલીસ કમિશનરને મળ્યોને પોલીસે ગણતરીના દિવસોમાં ચાર જણાને પકડી લીધા છે. જોકે રોકડ 25 લાખ હજી કબ્જે કરાયા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here