Thursday, September 23, 2021
Homeસુરત : ઉત્તર ભારત, બંગાળ અને ઓરિસ્સા તરફ રોજ 25 હજાર લોકોનું...
Array

સુરત : ઉત્તર ભારત, બંગાળ અને ઓરિસ્સા તરફ રોજ 25 હજાર લોકોનું પલાયન

દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધવાની સાથે જ સુરતમાં રહેતા યુપી, બિહાર, બંગાળ, ઓરિસ્સા સહિતના લોકો પોતાના વતન જવા માટે રવાના થઇ રહ્યા છે. પોતાના ઘરે જવાવાળાઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. સ્થિતિ એ છેકે દરરોજ 25 હજાર જેટલા લોકો સુરતથી પલાયન કરી રહ્યા છે. રેલવે દ્વારા ટ્રેનાેમાં સિટ ટુ સિટનો નિયમ લાગુ કરાતા હવે વેઇટિંગ મુસાફરોને પણ રેલ્વે સ્ટેશનેથી પાછા કરવામાં આવી રહ્યાં છે. સુરતથી ટ્રેનોની સરખામણીમાં દરરોજ 100થી વધુ બસો ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવી રહી છે.

રેલવે દ્વારા સતત વધી રહેલી વેઇટિંગની સ્થિતિ જોતા અત્યાર સુધી બોર્ડથી યુપી, બિહાર, ઝારખંડ માટે વધુ ટ્રેનોની માંગ કરાઇ છે. જેમાં 15મી એપ્રિલ સુધી પ. રેલવે સુરતથી થઇને યુપી, બિહાર, બંગાળ અને ઓરિસ્સા માટે 15 જેટલી ટ્રેનો દોડાવી રહ્યું છે. ટ્રેનોમાં સુરતથી થયેલા રિઝર્વેશન મુજબ 18 હજાર લોકો રવાના થયાં છે. જ્યારે સુરતથી રવાના થનારી ટ્રેનોમાં 8થી 10 હજાર લોકો જઇ રહ્યા છે. મુંબઇ અને અમદાવાદથી ઉપડી સુરતના માર્ગે જનારી ટ્રેનોમાં પણ 5થી 6 હજાર લોકો રોજ જઇ રહ્યા છે. રેલવે દ્વારા પ્રથમ વખત સુરતથી મોટી સંખ્યામાં ઓરિજિનેટિંગ ટ્રેનોની જાહેરાત કરાઇ રહી છે. રેલવે દ્વારા 21 એપ્રિલથી સુરતથી યુપીના સુબેદાર ગંજ માટે વધુ એક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી છે.

100થી વધુ બસો ચલાવવામાં આવી રહી છે
સુરતથી યુપી, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા માટે ટ્રાવેલર્સ દ્વારા દરરોજ 100 જેટલી બસો ચલાવવામાં આવી રહી છે. દરેક બસમાં 100થી 120 જેટલા મુસાફરો હોય છે. સ્લીપર બસોમાં મુસાફરોની ક્ષમતાથી વધુ બમણા મુસાફરો જઇ રહ્યાં છે. 12 હજાર જેટલા લોકો બસો દ્વારા જ પોતાના ઘરે જઇ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments