સુરત : શાળાઓમાં ફી વધારાના વિરોધમાં એફઆરસી કમિટી ઓફિસે વાલી મંડળે રજૂઆત કરી

0
33

સુરતઃખાનગી શાળાઓમાં ફી વધારાના મામલે વાલી મંડળ દ્વારા ઘણા સમયથી સંઘર્ષ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે વાલી મંડળ દ્વારા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે પોલીસ પાસે ધરણાની પરવાનગી માંગવામાં આવી હતી. જો કે ઉમરા પીઆઈ દ્વારા મધ્યસ્થી કરીને વાલીમંડળ અને એફઆરસીને સામ સામે રાખી રજૂઆતો કરવામાં આવી હતી. બાદમાં વાલી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડીઈઓની તપાસના રિપોર્ટ અધૂરા હતા. સાથે જ અમે આપેલા પુરાવા પણ રિપોર્ટમાં નહોતાં.

10 દિવસનો સમય મંગાયો

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓ સામે કરવામાં આવેલ તપાસ રિપોર્ટ અધૂરા અને વાલીઓ દ્વારા દસ્તાવેજ રજૂ કરાયા છતાં પણ વિષય બહારની તપાસ રિપોર્ટ FRCને સોંપાયા હતાં. સાથે FRC દ્વારા પણ શાળાઓ વધુ ફી લે છે તે દર્શાવવા છતાં DEO ની તપાસ ટીમમાં અધિકારીઓ એ સંચાલકોને છાવરવાની વૃત્તિ કરેલી નજરે પડી હોવાનું વાલી મંડળે જણાવ્યું હતું. વાલીઓ એ જે પ્રુફ આપ્યા એનો રિપોર્ટ DEO દ્વારા અપાયો જ નથી.જેથી અમને DEO ની તપાસ ટિમ અને એમના ઇન્સ્પેક્ટરોની તપાસ પર શંકા ઉપવાજતી હોવાનું વાલીમંડળે જણાવ્યું હતું. FRCએ 11 શાળાઓને નોટિસ આપી છે જેથી વાલી મંડળ પાસે વધુ 10 દિવસનો સમય માંગવામાં આવ્યો છે. આ સમયાવધિ બાદ વાલી મંડળ દ્વારા આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here