Monday, October 2, 2023
Homeચારધામની યાત્રા પર ગયેલા સુરતના 3 યુવકો ઋષિકેશ ગંગા નદીમાં ડૂબ્યા, એકનો...
Array

ચારધામની યાત્રા પર ગયેલા સુરતના 3 યુવકો ઋષિકેશ ગંગા નદીમાં ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો

- Advertisement -

ચારધામ યાત્રાએ ગયેલા સુરતના 3 યુવકો નદીમાં ડૂબ્યા હતા. ઋષિકેશમાં ગંગા નદીમાં 3 યુવકો નદીમાં ડુબતા સ્થાનિક તંત્રએ એક યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો છે. ફેનિલ ઠક્કર નામના યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. ડૂબેલા અન્ય 2 યુવકોની નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે.

સુરત ગુજરાતથી ચારધામ યાત્રા પર નિકળેલા યુવકોના ગ્રુપના ત્રણ યુવકો શુક્રવારે સાંજે ઋષિકેશ બદરીનાથ હાઇવે પર શિવપુરી નજીક ગંગામાં ડૂબ્યા. પોલીસ અને એનડીઆરએફની ટીમે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. બે યુવકની હજુ શોધખોળ કરવામાં આવી રહી છે.

થાના મુનિકીરેતી ક્ષેત્ર અંતર્ગત શુક્રવારની સાંજે અંદાજિત 5 વાગ્યે ઋષિકેશ બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીત ત્રણ યુવકો ગંગામાં ડૂબ્યા.

પોલીસ અધિકારી આરકે સકલાનીના જણાવ્યા અનુસાર, ગુજરાતના 15 યુવકોનું ગ્રુપ 18 જૂને ચાર ધામની યાત્રા પર ગયું હતું. શુક્રવારે આ તમામ લોકો શિવપુરી પહોંચ્યા હતા.

રાફ્ટિંગ બાદ એક યુવક ફેનિલ ઠક્કર(22 વર્ષ) ગંગામાં નહાવા ચાલ્યો ગયો. જોકે રાફ્ટિંગ ગાઇડે યુવકને ચેતવણી આપી હતી કે ગંગામાં પાણી વધ્યું છે, થોડી સાવધાની રાખજો. આ વચ્ચે એક યુવકનો પગ લપસ્યો અને તે તેજ પાણીના વહેણમાં તણાવા લાગ્યો. સ્થળ પર હાજર તેમના મિત્ર કૃણાલ કોસાડી(23 વર્ષ) અને જેનિશ પટેલ(24 વર્ષ) તેમના મિત્રને બચાવવા માટે ગંગામાં છલાંગ લગાવી દીધી. બન્નેને તરતા નહોતુ આવડતું, આ બન્ને પણ ગંગાના તેજ વહેણમાં ગાયબ થઇ ગયા.

એનડીઆરએફની મદદથી ફેમિલ ઠક્કરના મૃતદેહનો મળી આવ્યો છે. આ તમામ યુવકો સુરત જીલ્લાના છે. મૃતક યુવકને પોતાનું રેસ્ટોરન્ટ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular