સુરત : ઈન્સ્ટાગ્રામ પર વરાછાની પરિણીતાનું ફેક આઈડી બનાવી વીડિયો કોલ કરનાર જસદણથી ઝડપાયો

0
29

સુરતઃવરાછાની પરિણીતાનું ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ બનાવી તેમાં પરિણીતાનો તથા તેના પતિનો ફોટો અપલોડ કરી તેની ફ્રેન્ડસ સાથે વાતચીત કરી વીડિયો કોલ કરી બિભત્સ વર્તન કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પરિણીતાની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે યુવકને ટ્રેસ કરીને રાજકોટ જિલ્લાના જસદણથી ઝડપી લીધો હતો.

એક વર્ષ પહેલા ફેક એકાઉન્ટ બનાવેલું

ક્રાઈમ બ્રાન્ચની ટીમે જસદણના પોલારપર રોડ પર આવેલા બજરંગ નગર શેરી નં.3માંરહેતા કેયુર કલ્યાણ હીરપરા (ઉ.વ.આ.20) અભ્યાસ કરતાં યુવકને ઝડપી લઈ પુછપરછ કરી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે, કેયુરે એકાદ વર્ષ પહેલા પરિણીતાના નામનું ફેક ઈન્સ્ટા એકાઉન્ટ બનાવી તેની બહેનપણીઓ સાથે વાતચીત કરી તઓને વીડિયો કોલ કરીને બિભત્સ વર્તાવ કરતો હતો.કેયુર પરિણીતા સાથે અભ્યાસ કરતો હતો અને પરિણીતાના લગ્ન થઈ જતા એક તરફી પ્રેમમાં આ પ્રકારનો ગુનો કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here